Saturday June 21, 2025

ખંભાળિયાના હદપારીના ગુનાના આરોપી પ્રવીણને છરી સાથે દબોચી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

        ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા એક શખ્સને તાજેતરમાં હદપારીના આદેશથી ત્રણ જિલ્લામાંથી છ માસ સુધી હદપાર કરવાનો હુકમ થયો હતો. આ વચ્ચે આજરોજ હદપારીના ઉપરોક્ત આરોપીને પોલીસે છરી સાથે ઝડપી લઇ, હદપારીના હુકમનો ભંગ કરવા સબબ કાર્યવાહી કરી હતી. 

       આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા એક મંદિર પાસે રહેતા પ્રવીણ વસંતભાઈ રાઠોડ નામના 42 વર્ષના શખ્સ સામે અગાઉ અનેકવિધ પ્રકારના ગુનાઓ નોંધાયા હતા. જેને અનુલક્ષીને ગત તારીખ 18 માર્ચના રોજ અહીંના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઉપરોક્ત શખ્સને દેવભૂમિ દ્વારકા ઉપરાંત જામનગર અને પોરબંદર જિલ્લામાં છ માસ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકી અને હદપારીનો આદેશ કરવામાં આવ્યો હતો.

       પરંતુ ઉપરોક્ત અને આજરોજ ખંભાળિયા પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે અહીંના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટના હદપારીના હુકમના ભંગ કરવા સબબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

        આ સમગ્ર કામગીરી અહીંના પી.આઈ. સી.એલ. દેસાઈ, પી.એસ.આઈ. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top