Thursday September 11, 2025

પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ

કુંજન રાડિયા, કલ્યાણપુર

       કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

         ફરિયાદી હરભમભાઈના પુત્ર સાથે આરોપી સામતને અગાઉ બોલાચાલી થઈ હતી. તેનું મનદુઃખ રાખીને ઉપરોક્ત બન્યો હોવાનો પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે બંને સામે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top