શંભુ સિંહ, ભાવનગર
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી જૂન 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 28 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 26 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 27 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. ઉપરોક્ત બંને ટ્રેનો માટે ટિકિટ બુકિંગ 27.03.2025 (ગુરુવાર) થી શરૂ થશે. - ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ – બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે.
એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. - ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે.
એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. - ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે.
તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 માર્ચ 2025 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 30 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે.