Saturday June 21, 2025

પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો

ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો

– અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી – 

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫

       ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલ પાસેથી નંબર પ્લેટ વગરના નીકળેલા એક મોટરસાયકલ ચાલકને પોલીસે અટકાવી અને આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત શખ્સ સલાયામાં વિસ્તારમાં રહેતો સાહિલ હુસેન ઉમર સંઘાર (ઉ.વ. 18) એ આ મોટરસાયકલ સિક્કા પાટીયા પાસે આવેલી માલધારી હોટલ પાસેથી ચોરીને મેળવ્યું હોવાની કબુલાત આપી હતી. નંબર પ્લેટ વગરના આશરે રૂ. 10,000 ની કિંમતના આ મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર જી.જે. 10 એ.આર. 3286 હોવાનું ખુલવા પામ્યું છે.

       પોલીસની વધુ પૂછતાછમાં આરોપી એવા સાહિલ હુસેન સંઘારએ થોડા સમય પૂર્વે જામનગરથી ચોરી કરીને મેળવેલું જી.જે. 10 એ.જે. 7821 નંબરનું અન્ય એક મોટરસાયકલ હાલ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ડીટેઈન થયાનું પણ તેણે જણાવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી.ની ટીમે એક મોટરસાયકલ સાથે તેની અટકાયત કરી, વધુ તપાસ અર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે. 

      આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. પી.સી. સિંગરખીયા, સુરેશભાઈ વાનરીયા, નિર્મલભાઈ આંબલીયા, નરેન્દ્રસિંહ રાઠોડ, હરદીપસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા અને કરણકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top