Wednesday August 06, 2025

હક્ક જ્ઞાપન તથા કાયમી મનાઈ હુકમનો દાવો ફગાવતી ખંભાળિયાની સિવિલ અદાલત

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫

       જામનગર જિલ્લાના નાઘેડી વિસ્તારના રહીશ લાખાભાઈ વીરાભાઈ ઔદિચ્યએ મુંબઈના રહીશ શાહ નેમચંદ લાધાભાઈ ગંઢકાના વારસો જ્યોત્સનાબેન વિગેરે સામે ખંભાળિયા તાલુકાના કાકાભાઈ સિંહણ મુકામે ચોક્કસ રેવન્યુ સર્વે નંબરની ખેતીની જમીન સંદર્ભે ખંભાળિયાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં વર્ષ 2012 માં દાવો દાખલ કર્યો હતો. આ કેસમાં નામદાર કોર્ટમાં દાવો ચાલી જતા પ્રતિવાદી પક્ષે રોકાયેલા એડવોકેટ વી.બી. જામ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા રજુ કરવામાં આવેલા આધાર પુરાવાઓને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે વાદીનો દાવો નામંજૂર કર્યો હતો.

        આ કેસમાં પ્રતિવાદી તરફે અહીંના એડવોકેટ વી.બી. જામ, ડી.ડી. લુણા, ડી.એલ. ઓડીચ વિગેરે રોકાયા હતા.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top