ખંભાળિયાની જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને સેવા બદલ વધુ એવોર્ડ એનાયત
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૬-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી જીવદયા સંસ્થા એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટને તેના નિઃસ્વાર્થ સેવાકીય કાર્યો બદલ વધુ એક ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આણંદ ખાતે આત્માબલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જી. ફેમ એવોર્ડ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સેવાકીય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. …
