Saturday July 26, 2025

ભરાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા આસામીના રહેણાંક મકાનમાં ઘરફોડી

જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.       અહીં […]

ભાણવડમાં વૃદ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ […]

મીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા

જામ ખંભાળિયા        મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મંગુબેન નાગસીભાઈ ચમડિયા, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, વાલબાઈ રામભા માણેક, રાજુબેન સુમલાભા હાથલ અને દિપાલીબેન મસરીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઇ રૂ. 3, 070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       અન્ય એક દરોડામાં પોલીસે સુરજકરાડી ગોડાઉન […]

ખંભાળિયામાં વેરાની ભરપાઈ કરતા આસામીઓને નગરપાલિકા આપશે ડસ્ટબીન

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા નગરપાલિકાની તાબા વિસ્તારના મિલકતધારકોને નગરપાલિકાના ચૂકવવા થતાં કરવેરામાં વેરા વસુલાતની ઝુંબેશના ભાગરૂપે જે મિલકતધારક દ્વારા પોતાની માલિકીની મિલકતનો વર્ષ 2024-25 નો કરવેરો ભરપાઈ કરી આપે, તે તમામ કરદાતાઓને નગરપાલિકા કચેરી દ્વારા ડસ્ટબીન (કચરાપેટી) ભેટ સ્વરૂપે આપવામાં આવશે.         આથી શહેરી વિસ્તારના […]

દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા

– રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર – – પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો –  – દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫      દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના […]

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે.       સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી […]

ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું […]

જન્મદિન શુભેચ્છા : ખંભાળિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયેશભાઈ ગોકાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫ ખંભાળિયાના રઘુવંશી જ્ઞાતિના અગ્રણી અને સક્રિય રાજકીય આગેવાન જયેશભાઈ એમ. ગોકાણીનો આજે 48 મો જન્મદિવસ છે. છેલ્લા આશરે અઢી દાયકાથી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે સક્રિય રહેલા જયેશભાઈ નગરપાલિકાના ઈતિહાસમાં સૌપ્રથમ સૌથી નાની વયના અને સફળ પ્રમુખ તરીકેની ખ્યાતિ મેળવી ચૂક્યા છે.        ખંભાળિયા ઉપરાંત જામનગર, રાજકોટ અને અમદાવાદમાં પણ વ્યવસાયિક […]

દ્વારકામાં જલ, થલ રક્ષા અંતર્ગત સૈન્ય કસરત યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫      ગુજરાતના પશ્ચિમી તટ પર સમુદ્રી સુરક્ષા મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ટાપુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ચાલુ પ્રયાસોને ધ્યાનમાં લેતા બેટ દ્વારકામાં “EX જલ થલ રક્ષા 2025” નામની એક મહત્વપૂર્ણ સૈન્ય કસરત આયોજિત કરવામાં આવી હતી. આ કસરતમાં આર્મીની અમદાવાદ આધારિત 11 ઇન્ફન્ટ્રી ડિવિઝન, જામનગર આધારિત 31 ઇન્ફન્ટ્રી બ્રિગેડ, કોસ્ટ […]

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં સરેરાશ 50 ટકા શાંતિપૂર્ણ મતદાન

– ભરાણા તથા જુવાનપુરની પેટા ચૂંટણીમાં અનુક્રમે 43 અને 36 ટકા મતદાન – સલાયામાં EVM બગડતા તંત્રની દોડધામ – કુંજન રાડિયા,જામ ખંભાળિયા, તા. ૧૬-૦૨-૨૦૨૫          ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યોજાયેલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ભરાણા અને જુવાનપુર તાલુકા પંચાયતની એક-એક બેઠક પરની પેટા ચૂંટણીમાં આજરોજ એકંદરે 50 ટકા […]

Back to Top