યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ
– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫ આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. …
