Saturday July 26, 2025

કલ્યાણપુરના ગુરગઢ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ: પાંચ સામે ગુનો

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક આસામીના ઘરે લગ્ન પ્રસંગ હોય, અહીં પરિવારજનો, વિગેરે દ્વારા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી, ખુશી મનાવતા આ સંદર્ભે પોલીસ દ્વારા પાંચ આસામીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.        આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે […]

મીઠાપુરના યુવાન સાથે ઓનલાઈન ફ્રોડ કરનારા મુંબઈના શખ્સને દબોચી લેવાયો

– સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા દોઢ લાખના મુદ્દામાલ સાથે એરોલીના શખ્સની અટકાયત – Kunjan Radiya, જામ ખંભાળિયા        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં રહેતા જીવણભા કેર નામના એક યુવાનને ગત તારીખ 5 ફેબ્રુઆરી 2025 ના રોજ વોટ્સએપમાં ચોક્કસ નામની .એપીકે ફાઇલ આવતા આ ફાઈલના કારણે મોબાઈલ એક્સપ્રેસ મેળવીને અજાણ્યા શખ્સોએ તેમના બેન્ક ઓફ […]

ટાવરનું કામ અટકાવવા કોલવા ગામે યુવાનો પર હુમલો: પાંચ સામે રાયોટિંગ હેઠળ ગુનો

       કુંજન રાડિયા, જામ ખંભાળિયા ખંભાળિયા તાલુકાના કોલવા રહેતા વિશાલભાઈ નારણભાઈ કરમુર નામના 24 વર્ષના યુવાનના ભાઈ સાગરભાઈ ગુરુવારે સવારના સમયે કોલવા ગામની સરકારી ખરાબાની જમીન પર પાવરિકા કંપનીનું ટાવર બનાવવા માટે ખાડાનું કામ કરવા માટે જે.સી.બી. લઈને ગયા હતા. ત્યારે આ કામ અટકાવવાના ઇરાદે ગોવિંદ મારખી કરમુર, લખમણ મારખી કરમુર, મેરામણ મારખી […]

ત્રણ ચોપડી ભણેલા નકલી એસઓજી પોલીસ અધિકારી સબીર હારુને લોકો પાસેથી લાખો ખંખેર્યા: ધરપકડ

સલાયાના ત્રણ ચોપડી પાસ ભેજાબાજે આચરી નવતર ઠગાઈ: ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી, અનેક પાસેથી નાણાં ખંખેર્યા – સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અટકાયત: ત્રણ સીમકાર્ડ કબજે – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫        ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક માછીમાર શખ્સ દ્વારા જુદા જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરી અને પોતાને પોલીસની […]

ભોપલકા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા પ્રકરણમાં બે મહિલાઓ સહિત ચારની ધરપકડ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે […]

કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ

– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા –  જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે.        આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ […]

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.        આ ચકચારી બનાવની વિગત […]

પોલીસના સિક્કા: સિક્કા અને જામનગરમાં બાઇક તફડાવનાર સલાયાનો સાહિલ દેવભૂમિ પોલીસના હાથે ઝડપાયો

ખંભાળિયા નજીક ચોરીના મોટરસાયકલ સાથે સલાયાનો શખ્સ ઝડપાયો – અન્ય એક બાઈક ચોરીની પણ કબુલાત આપી –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫        ખંભાળિયા વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને કરણભાઈ સોંદરવાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના સલાયા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી સરકારી […]

ભોપાલકા ગામે વૃદ્ધની બોથડ પદાર્થ ફટકારીને હત્યા: પોલીસ ટીમ દોડી ગઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫         કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે કોઈ કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે ગુનો નોંધી, હત્યારાની શોધખોળ હાથ ધરી છે.        આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી […]

“રોટલી કેમ કાચી છે” કહીને પતિએ લોખંડનો સળીયો ફટકાર્યો: સઈ દેવળીયા ગામનો બનાવ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫        ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા નીતાબેન વિજયભાઈ કેશવાલા નામના 25 વર્ષના પરિણીત મહિલાને તેણીના પતિ વિજય હમીરભાઈ કેશવાલાએ “રોટલી કેમ કાચી છે?” તેમ કહીને તેમની ઉપર રોટલીના ડબ્બાનો છૂટો ઘા કર્યો ગયો હતો. જેના કારણે તેમને પીઠના ભાગમાં ઇજાઓ થવા પામી હતી.         આટલું […]

Back to Top