Headlines

​ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા સુરત, રાજકોટ, વાંકાનેર, ભાવનગરના 5 તબીબો “રાજાપાઠ”માં  ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરવશહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ…

Read More

ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાઓ: બુટલેગરો ફરાર

– એસપી, ડીવાયએસપી સહિતનો કાફલો ત્રાટક્યો – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં દેશી દારૂ માટે કુખ્યાત બની ગયેલા બરડા ડુંગર વિસ્તારમાં આજરોજ સવારના સમયે એસપી તથા ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં બે શખ્સો દ્વારા ચલાવવામાં આવતી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી. આ પ્રકરણમાં રૂપિયા 1.20…

Read More

ખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે દ્વારકા જતા પદયાત્રી મહિલાનું મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ સવારના સમયે દ્વારકા તરફ જઈ રહેલા રાજકોટના પદયાત્રીઓ પૈકીના એક મહિલાને અજાણ્યા મોટરકારના ચાલકે અડફેટે લેતા રાજકોટના આ મહિલાનું કરૂણ મૃત્યુ નિપજ્યું હતું.         આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શ્રદ્ધાપાર્ક સોસાયટી – 3 ખાતે રહેતા જીતેન્દ્રભાઈ જેરામભાઈ…

Read More

ભાવનગરમાં ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી ઊંચા વળતરની લાલચ આપી રૂ. 4.20 કરોડની છેતરપિંડી કરનાર વિવેક નાથાણી રાજકોટ સીઆઇડી ક્રાઇમ પોલીસના હાથે ઝડપાયો

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૨૩ ભાવનગર શહેરના સીદસર રોડ પર હિલપાર્ક ચોકડી નજીક ‘ડ્રીમ ફાઈનાન્સિયલ સોલ્યુશન’ નામની ઓફિસ ખોલી રોકાણકારોને માસિક ૭ ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી કુલ રૂ. ૪.૨૦ કરોડથી વધુની રકમનું ફુલેકુ ફેરવનાર ટોળકીના એક સાગરીતને રાજકોટ સીઆઈડી ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની શોધખોળ હજુ ચાલુ…

Read More

પોરબંદર મત્સ્ય બંદર પર અસામાજિક તત્વોનો આતંક: ઇલેક્ટ્રિક સબસ્ટેશનના દરવાજા તૂટ્યા : વધતી ચોરી અને અસુરક્ષાના માહોલથી માછીમારોમાં રોષ; સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની ઉગ્ર માંગ

​ ​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરના મત્સ્ય બંદર વિસ્તારમાં, ફિશરીઝ ટર્મિનલ ગેટની બાજુમાં આવેલા ગુજરાત મેરીટાઈમ બોર્ડ (GMB) અને ફિશરીઝ વિભાગના ઇલેક્ટ્રિક સબસ્ટેશનની બાજુની ઓરડીનો દરવાજો અજ્ઞાત તત્વો દ્વારા તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર બંદર વિસ્તારની સુરક્ષા અને વીજ પુરવઠા પર મોટું જોખમ ઊભું થયું છે. ભાજપ માછીમાર સેલ અને માછીમાર…

Read More

ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ વિદેશી દારૂ ની ૨૩૦૪ બોટલો  સહિત રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ ઝડપી લીધો

વિપુલ હિરાણી દ્વારા  ​ભાવનગર તા.૨૧ ભાવનગર પોલીસે વિદેશી દારૂની કુલ ૨૩૦૪ બોટલો ઝડપી લઇ ​દારૂની કિંમત રૂ ૩,૪૬,૧૩૬, કારની કિંમતરૂ. ૮,૦૦,૦૦૦ સહિત કુલ​રૂ. ૧૨,૧૧,૧૩૬ નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂબંધીના કાયદાના કડક અમલ માટે પેરોલ ફર્લો સ્ક્વોડ સતત કાર્યરત છે. આ અંતર્ગત ભાવનગર…

Read More

ભાવનગરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં યુવાન પર પર છરી-ધારીયાના ઘા ઝીંકી કરપીણ હત્યા

વિપુલ હિરાણી  દ્વારા  ​ભાવનગર તા.૨૦ શહેરના હાર્દ સમાન ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મોડી સાંજે એક યુવાન પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ​ મળતી માહિતી મુજબ ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ સલીમભાઈ પઠાણ નામના યુવાન જ્યારે ગંગાજળિયા તળાવ થી દરબારી કોઠાર  તરફ જવાના માર્ગ…

Read More

​નવારતનપરમાં તંત્રની ઘોર બેદરકારી: સ્ટ્રીટ લાઈટ માટે થાંભલા નાખવાનું કામ ચાલુ હતું ત્યારે મોત બનીને ત્રાટક્યો વીજપોલ, જાનૈયાઓનો આબાદ બચાવ! : બાઈકનો કડૂસલો બોલી ગયો !

​નવારતનપર, ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં વિકાસના નામે વિનાશ વેરતી કામગીરી સામે આવી રહી છે. ગ્રામ પંચાયત અને PGVCLના પાપે આજે એક મોટી જાનહાનિ થતા રહી ગઈ છે. સરકારી તંત્રની ‘લોલમલોલ’ નીતિને કારણે હજુ હમણાં જ નંખાયેલો વીજળીનો થાંભલો પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા સમગ્ર પંથકમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે સરપંચ…

Read More

પીપળીયા પુલ પાસે લથડીયા‌‌ ખાતા કુડાના બે મહાનુભાવો ઝડપાયા

ઘોઘા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં બે શખ્સોને ઝડપી પાડ્યા ​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા ​ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગત રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન કેફી પીણું પીધેલી હાલતમાં બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે. પોલીસની ટીમ જ્યારે વરતેજ અને કુંડા ગામના રોડ પર તપાસમાં હતી, ત્યારે આ શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. ​ઝડપાયેલા…

Read More

ભાવનગરમાં મસાજની આડમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્ક પર પોલીસ ના દરોડા

સ્પા સેન્ટરો પર દરોડા પાડી​ 4 મહિલા સહિત 13 સામે ગુનો દાખલ, લલનાઓને મુક્ત કરાવી વિપુલ હિરાણી  ભાવનગર તા.૧૯ ભાવનગર શહેરના પોશ વિસ્તારોમાં આવેલા મસાજ પાર્લરોની આડમાં લાંબા સમયથી ચાલી રહેલા અનૈતિક દેહવ્યાપારના ધંધાઓ પર ભાવનગર પોલીસે લાલ આંખ કરી છે. એસપી નિતેશ પાંડેની કડક સૂચના બાદ નીલમબાગ પોલીસની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા 4…

Read More