રાજકોટ જિલ્લામાં જૂના મોબાઈલ લે-વેચ કરતા વેપારીઓએ ગ્રાહકોનું રજિસ્ટર નિભાવવા સૂચના
રાજકોટઆતંકવાદી કૃત્યો તેમજ ગુનાખોરીમાં જૂના ખરીદાયેલા અથવા તો ચોરાયેલા મોબાઈલનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં ગુનાઈત પ્રવૃત્તિઓ અટકાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એ.કે.ગૌતમએ જૂના મોબાઈલ લે-વેચ અંગે ફરમાન જારી કર્યા છે.જે મુજબ, રાજકોટ ગ્રામ્ય તથા જિલ્લામાં કોઈપણ દુકાનદાર ઈસમ જૂના મોબાઈલ ફોનની ગ્રાહક પાસેથી આપ-લે (ખરીદ-વેચાણ) કરે…
