ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Category: RELIGION
દ્વારકામાં તીક્ષ્ણ હથિયારથી આખલાની ઘાતકી હત્યા: ગૌ પ્રેમીઓમાં રોષ
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૨-૨૦૨૫ દ્વારકા નજીક કોઈ શખ્સ દ્વારા એક આખલાની તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરાયાનો બનાવ સામે આવ્યો છે. જે અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ચકચારી બનાવની વિગત એવી છે કે દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલી હોટલ હોથ્રોન પાસેના એક ખુલ્લા માર્ગ પર […]
પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સપરિવાર મુલાકાત કરી
– મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા શારદાપીઠ શિબિરની મુલાકાત – પ્રયાગરાજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સપરિવાર તેમજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દ્વારકા શારદાપીઠ શિબિરની મુલાકાત લીધી હતી. અને દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજના આશિર્વાદ મેળવ્યા હતા. (ફોટો:- કુંજન રાડિયા)
દ્વારકાના જગતમંદિરમાં રવિવારે વસંત પંચમી મહોત્સવની થશે ભવ્ય ઉજવણી: શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર
– – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫ દ્વારકાના વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરમાં આગામી રવિવાર તા. 2 ના રોજ મહા સુદ પંચમીના વસંત પંચમી મહોત્સવની ઉજવણી કરાશે. જે સંદર્ભે ઠાકોરજીના નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે. તા. 2 ના સવારના દર્શન નિત્યક્રમાનુસાર યોજાશે. બપોરે 1:30 વાગ્યે ઠાકોરજીની ઉત્સવ આરતી યોજાશે. જે 2:30 […]
નડિયાદ ખાતે આરંભાશે પૂજ્ય મોરારીબાપુની રામકથા
હરેશ જોષી, નડિયાદ પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે. પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે […]
તળાજાના કૂંઢેલી ગામે ઠાકર દુવારા ખાતે જ્યોત દર્શન સાથે પાટોત્સવ યોજાશે
વાર્ષિક પાટોત્સવની ઉજવણી સાથે સંતવાણી, મહા પ્રસાદ જેવા કાર્યક્રમોનું ભાવભેર આયોજન હરેશ જોષી, કુંઢેલી તળાજા તાલુકાના કૂંઢેલી ગામે આવેલા પુરાણ પ્રસિદ્ધ અને દેવાયત પંડિત તથા સતિ દેવલદે ના કરકમલો દ્વારા સ્થાપિત 500 વર્ષ પુરાણા ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.પ્રતિવર્ષ મહા સુદ બીજના રોજ સમસ્ત માલધારી સમાજ તથા ગામ લોકો દ્વારા અહી પાટોત્સવ ભક્તિમય […]
સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ
ભાવનગર સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો […]
ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું
– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫ દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે […]
સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર રવિવાર તા.૨૬-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ ભટ્ટનાં […]
ગણતંત્ર દિવસની દ્વારકામાં વિશિષ્ટ ઉજવણી: ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગાયા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ 76 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ભારતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દ્વારકામાં પણ વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ભારતના પશ્ચિમ ક્ષેત્રમાં બિરાજીત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના શિખર પર આજે તિરંગા રંગની ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું. એવું પ્રતિક થતું હતું કે જાણે ભગવાન દ્વારકાધીશ તિરંગે રંગે […]
