Sunday July 27, 2025

યાત્રાધામ હર્ષદ ખાતે ભીડભંજન મહાદેવ મંદિરમાં શિવલિંગની ચોરી અંગે પોલીસ તપાસનો ધમધમાટ

– ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ.ની લેવાતી મદદ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૨-૨૦૨૫         આજરોજ મહાશિવરાત્રીના પાવન પર્વ પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ વિસ્તારમાંથી એક પ્રાચીન શિવ મંદિરમાં કોઈ તત્વોએ ખોદીને થાળું તથા શિવલિંગની ઉઠાંતરી કર્યાના બનાવના પ્રકરણમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે.      […]

સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.         આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો […]

આજે શિવરાત્રી અને… યાત્રાધામ હર્ષદના દરિયા કિનારે પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫                દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામના દરિયા કાંઠે આવેલા ઓમ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ગતરાત્રીના સમયે નુકશાન પહોંચાડવા અંગેનું કોઈ અજાણ્યા શખસોનું કારસ્તાન સામે આવ્યું છે. જેમાં કોઈ તત્વો દ્વારા ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરની શિવલિંગને ખંડિત કરવામાં આવ્યાનું જાણવા મળેલ […]

પતિની મશ્કરીથી મનમાં લાગી આવતા પત્નીએ આપઘાત કર્યો

કુંજન રાડિયા, કલ્યાણપુર        કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.          સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. […]

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે […]

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત  ખંભાળિયા […]

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ

શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું પુરસ્કાર વિતરણ ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૨-૨૦૨૫ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં. શાળા […]

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ

હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે. […]

ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને […]

Back to Top