Sunday July 27, 2025

એલ.પી.કાકડીયા વિધાભવન, નવાગામ(ગા.)ના વિધાર્થીઓ તાલુકા કક્ષા કલા મહાકુંભ માં ઝળકયા

મૂકેશ પંડિત, ઇશ્વરીયા વલ્લભીપુર તાલુકા કક્ષાના કલા મહાકુંભ માં શાળાના વિધાર્થીઓ પરમાર રાજવીર -ભજન સ્પર્ધામાં પ્રથમ,આલગોતર તુલસી -લગ્નગીત સ્પર્ધામાં પ્રથમ,.મકવાણા અંકિત- વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ, મેર જયદીપ- તબલા વાદનમાં પ્રથમ, ચૌહાણ તન્વી- નિબંધ લેખનમાં પ્રથમ,ગઢાદરા દિવ્યા- એકપાત્રિય અભિનય માં પ્રથમ, પરમાર તુષાર-હાર્મોનિયમ વાદન માં પ્રથમ તથા ગોહિલ યશરાજ- તબલા વાદન માં દ્વિતીય આવતા શાળા પરિવાર,તમામ વિધાર્થીઓ […]

સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય – મોરારિબાપુ

ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન થયાં અર્પણ ભાવનગર રવિવાર તા.૨૬-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) ભાવનગર શિશુવિહાર સંસ્થામાં માનભાઈ ભટ્ટ સ્મારક નાગરિક સન્માન અર્પણ થયાં તે વેળાએ મોરારિબાપુએ કહ્યું કે, સહાનુભૂતિ પછી પરોપકાર થાય તે સમાનાભૂતિ અનિવાર્ય છે, જે આ સન્માનિત પ્રતિભાઓ કરી રહેલ છે, જેની પ્રસન્નતા છે. ગોહિલવાડની સુપ્રસિધ્ધ રચનાત્મક સેવાસંસ્થા શિશુવિહાર દ્વારા માનભાઈ ભટ્ટનાં […]

ભાવનગર રેલ્વે ડિવિઝનમાં 76માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી

ભાવનગર રેલવે ડિવિઝનમાં 26મી જાન્યુઆરી, 2025 (રવિવાર)ના રોજ 76માં ગણતંત્ર દિવસની ઉજવણી પૂરા ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે રેલ્વે સ્ટેડીયમ ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજને સલામી આપી હતી. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, સહાયક મંડલ સુરક્ષા આયુક્ત (રેલ્વે પ્રોટેક્શન ફોર્સ) શ્રી લાલ બહાદુર સિંહની […]

જુના રતનપરનો બુધો છરી સાથે ઝડપાયો

જુના રતનપરપોતાના કબ્જામાં કોઈ ચોક્કસ કારણ વગર અને પાસ પરમિટ વગર જાહેરમાં છરી રાખવી તે ગુજરાત પોલીસ એકટ 135 મુજબ ગુનો છે. ઘણાને આ વાતની ખબર જ નથી પરિણામે લોકો ખબર વગર અથવા તો ગુનો કરવાના ઇરાદા સાથે છરી રાખતા હોય છે. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામનો બુધા મકા જસમુરીયા (ઉ.વ. 52) નામનો એક શખ્સ […]

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ […]

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા […]

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન

હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં […]

મૃત્યુનોંધ: મોચી મરણ સાંખડાસર / ભાવનગર

મોચી મરણ ગામ સાંખડાસર – 1 નિવાસી હાલ ભાવનગર ચુનીભાઈ વાલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 79 તા.25.1.2025 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે, તે ગં.સ્વ. અજવાળીબેન ચુનીભાઈના પતિ તથા લાલજીભાઈ,ગોબરભાઇ, રેખાબેન રસિકભાઈ મકવાણા(પીપરલા), ભાવનાબેન ગુણાભાઈ મુંજાણી (રાણીવાડા)ના પિતા થાય. તે સ્વ. બબુબેન દેવજીભાઈ (સાંખડાસર) વજુબેન જાદવભાઈ (ડુંગરપર), બાલુબેન હરિભાઈ (પાવઠી)ના ભાઈ થાય. તેઓ સંગીતાબેન લાલજીભાઈ તથા […]

યાત્રી કૃપયા ધ્યાન દે………ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ ચાલશે

હરિદ્વાર ટ્રેને સોમવાર અને ગુરુવારે ચલાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજૂરી ભાવનગર રેલવે બોર્ડે યાત્રિયોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે.હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાવનગરથી […]

Back to Top