Headlines

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને…

Read More

ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા            ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું….

Read More

ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો

– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ –  જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી અને અસરકારકતાપૂર્વક…

Read More

ભાણવડના રાણપર ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા તેમજ સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાણપર ગામે વિદેશી દારૂ અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો.       આ પ્રકરણમાં રૂપિયા 46,800 ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 72 બોટલ…

Read More

વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા તળે ધકેલાયા

Crime Report જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીમાં કાયદાનું અવારનવાર ઉલ્લંઘન કરતા શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દ્વારકા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ કરાવતા શખ્સો અંગેની માહિતી એકત્ર કરી…

Read More

તળાજાના જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને મુખ્યમંત્રી સન્માન

હરેશ જોષી, તળાજા જાણીતા કવયિત્રી રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’ને ગુજરાત સરકારની ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૨૦૨૨નું શ્રેષ્ઠ ચરિત્રનિબંધનું પ્રથમ પારિતોષિક જાહેર થયું છે. આગામી ૨૧ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે એમને એવોર્ડ અર્પણ થશે. ‘તેજસ્વિની’ પુસ્તક પદ્મશ્રી સન્માનિત મહિલાઓની સંઘર્ષ ગાથાને આલેખે છે. ટૂંક સમયમાં આ પુસ્તકનો હિન્દી…

Read More

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા        નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે…

Read More

ભરાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા આસામીના રહેણાંક મકાનમાં ઘરફોડી

જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.       અહીં…

Read More

ભાણવડમાં વૃદ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ…

Read More