Saturday July 26, 2025

લોકભારતી સણોસરાનાં વિશાલ ભાદાણીનું સન્માન

મૂકેશ પંડિત, સણોસરા : મંગળવાર તા.૨૫-૨-૨૦૨૫ લોકભારતી વિશ્વ વિદ્યાલયનાં સણોસરાનાં ઉપકુલપતિ વિશાલ ભાદાણીનું શૈક્ષણિક પ્રદાન બદલ સન્માન થયું. સરદાર પટેલ વિશ્વ વિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરમાં વડા નિરંજન પટેલની અધ્યક્ષતામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ‘સંધાન ૨૦૨૫’ યોજાયેલ. અહીંયા ૧૨ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ, જેમાં શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન આપનાર તથા પ્રેરક વકતાં વિશાલ ભાદાણી સન્માનિત થયેલ છે.

લોંગડીની જનકપુરી વિદ્યાલયમાં માતૃભાષા દિવસની ઉજવણી

હરેશ જોષી, લોંગડી ગુજરાત સાહિત્ય પરિષદ અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સહયોગથી જનકપુરી વિદ્યાલય લોંગડી માં માતૃભાષા દિવસ ઉજવાયેલ. જેમાં કવિ વિજય રાજ્યગુરુ,ડો.પ્રણવ ઠાકર , રાજીવ ભટ્ટ દ્વારા કાવ્યવચન અને માતૃભાષા મહત્વ રજૂ થયેલ.પુસ્તક પ્રદર્શન પણ યોજાયેલ.શાળા ઇન્ચાર્જ ઈમ્તિયાઝ પઠાણ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ.

ખંભાળિયામાં હાપી સામોર વાડી શાળાના આચાર્યનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા તાલુકામાં હાપી સામોર વાડી શાળાના આચાર્ય કૌશિકકુમાર પ્રજાપતિ વય મર્યાદાના કારણે સેવા નિવૃત્ત થતાં તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ કિશોરભાઈ મંડપિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં હરિપુર તાલુકા શાળાની પેટા શાળાનો સ્ટાફ, હાપી સામોર વાડી વિસ્તારના વાલીઓ તથા હરિપુરના ગ્રામજનો મોટી […]

વલસાડના પીંડવળ ગામે લોકભારતી મહાવિદ્યાલયનો અનોખો શિબિર સંપન્ન

મૂકેશ પંડિત, પિડવડ લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયના પ્રતિ વર્ષ પ્રાંગણ બહારના કાર્યક્રમો પૈકી પ્રથમ વર્ષ બીઆરએસના વંચિત વિસ્તાર અભ્યાસ શિબિર ભાગરૂપે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં દર વર્ષે યોજાતી રહી છે. આ વર્ષ આ શૈક્ષણીક શિબિર તા.૨૦/૦૨/૨૦૨૫ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમિયાન પિંડવળ જી. વલસાડ ખાતે યોજાયો છે. શિબિરમાં કુલ ૧૯ બહેનો અને ૪૯ ભાઈઓ તથા ૩ કાર્યકરો પ્રત્યક્ષ રીતે […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 13,317 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રોમાં પરીક્ષા આપશે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના […]

પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ખંભાળિયામાં એબીવીપીનું આંદોલન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષ 2024-25 વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગને લઇને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં […]

જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્ય ઉજવણી: 3000થી વધારે માતા પિતાઓનું પૂજન

હરેશ જોષી, બપાડા ભાવનગર જિલ્લામાં જય જનની વિદ્યા સંકુલ બપાડા ખાતે માતૃ પિતૃ વંદના મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 3000 થી પણ વધારે માતા પિતાઓનું પૂજન થયું. જેમાં માતા-પિતા અને બાળક વચ્ચે કરુણ દ્રશ્ય સાથે આ ભાવાત્મક વાતાવરણ ઉભું થયું હતું. જેમાં સાળંગપુર થી સંત શ્રીઆર્યન ભગતજી દ્વારા માતા-પિતા ને પેરેન્ટિંગ માર્ગદર્શન […]

કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ SSIPમાં સંત કંવરરામ સિંધી હાઇસ્કૂલના વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટની રાજ્ય કક્ષાએ પસંદગી

મૂકેશ પંડિત, ભાવનગર એસએસઆઈપી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા અને કોલેજોમાં ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા SSIP 2.0 જાહેર કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓના રાષ્ટ્રહિત ઇનોવેશનને ઉજાગર કરવા 20,000 સુધીની સહાય પૂરી પાડવામાં આવે છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિઝન દેશના સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રોત્સાહન આપવું. શાળા માધ્યમથી PMU દ્વારા સ્ટાર્ટ અપ કલ્ચરની શાળા સુધી […]

ખંભાળિયા: ખેલ મહાકુંભમાં દાંતા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫       ખંભાળિયા તાલુકાની તાજેતરમાં યોજાઇ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધાઓમાં ખંભાળિયા તાલુકાની દાંતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં યોગાસન અન્ડર – 14, સરસીયા ધ્રુમિક નારણભાઈએ પ્રથમ, ચેસ અન્ડર- 22 બહેનો માટેની સ્પર્ધામાં જાડેજા કાવ્યબા રાજવીરસિંહએ તાલુકામાં પ્રથમ, દ્વિતીય ક્રમે જાડેજા પ્રતીક્ષાબા રાજેન્દ્રસિંહ, તૃતીય ક્રમે માયાણી જયશ્રી સામરાભાઈ, […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં 13,288 છાત્રો પરીક્ષા આપશે

– જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટરની અધ્યક્ષતામાં એક્શન પ્લાન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા […]

Back to Top