Saturday July 26, 2025

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડ માં જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં કિસાન સન્માન સમારોહ યોજાયો

– કિસાન સન્માન નિધિ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડુતોને 13.85 કરોડની રકમ બેક ખાતામાં ચૂકવાઈ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫          પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19 મો હપ્તો સોમવારે બિહારના ભાગલપુર ખાતે આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ડિજિટલ માધ્યમથી જમા કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે […]

અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫ અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં. શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં […]

વિકસિત ભારત – શિક્ષિત ભારત અંતર્ગત દાંતા ગામમાં શિક્ષણ અને ગ્રામ વિકાસના રૂ. 48 લાખના વિકાસ કામનું ભૂમિપૂજન

કુંજન રાડિયા, દાંતા : તા. ૨૪-૦૨-૨૦૨૫         વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન મુજબ સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓ કરતાં વધુ આધુનિક બની રહી છે. ગુજરાત સરકારના સર્વ શિક્ષા અભિયાન અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત રાજ્યભરમાં શૈક્ષણિક અને ગ્રામ વિકાસના મોટા કામો થય રહ્યા છે. તે અંતર્ગત  ખંભાળિયા […]

ખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથ ફેરો

જામ ખંભાળિયા        ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં લાલપુર રોડ ઉપર આવેલી જિલ્લા પંચાયત કચેરી સામે સરકારી વસાહતમાં બે દિવસ પૂર્વે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. અહીં રહેતા મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વતની વિવેકકુમાર રાજેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 36) ના રહેણાંક મકાનના દરવાજાનો નકુચો તોડી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો. અહીં રહેલા કુલ રૂપિયા 35,500 […]

લગ્ન ન થતા હોવાથી મોજપના યુવાને જિંદગી ટૂંકાવી

જામ ખંભાળિયા          ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા રાયધરભા ઉર્ફે બલી લધુભા કુંભાણી નામના આશરે 27 વર્ષના હિન્દુ વાઘેર યુવાન કોઈ કામ ધંધો ન કરતા હોય, તેના કારણે તેમના લગ્ન થતા ન હતા.          આ બાબતથી કંટાળીને તેમણે પોતાના હાથે કપડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ […]

ઈશ્વરિયા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે યોજાયો શુભેચ્છા કાર્યક્રમ

શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરાયું પુરસ્કાર વિતરણ ઈશ્વરિયા સોમવાર તા.૨૪-૨-૨૦૨૫ ઈશ્વરિયા માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો, અહીંયા શાળા પરિવાર સાથે અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને પુરસ્કાર વિતરણ કરાયું હતું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમનાં લાગણીભર્યા પ્રતિભાવો પ્રસ્તુત થયાં. શાળા […]

પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ

હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે. […]

સોનપરી પ્રા.શાળા 2 ખાતે માતૃભાષા દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી

હરેશ જોષી, સોનપરી પાલીતાણા નજીકના સોનપરી ગામની પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માતૃભાષાના મહત્વ વિશે બાળકોએ આ દિવસે વિશેષ જાણકારી મેળવી હતી.હાઇસ્કુલના નિવૃત્ત શિક્ષક અને ભાષાવિદ કુમારભાઈ ઉપાધ્યાય દ્વારા માતૃભાષાના મહત્વની ,તેની જરૂરિયાત ,ગુજરાતી ભાષાનો ઉદભવ ,માતૃભાષા દિવસની ઉજવણીનો હેતુ અને તેના ઇતિહાસ અંગે બાળકોને તેમની સરળ ભાષામાં સમજૂતી આપી હતી .બાળકો […]

અયોધ્યા નગરીમાં શ્રી રામકથા રસપાન કરાવશે રામેશ્વર બાપુ હરિયાણી

માનસરોવર સંસ્થા દ્વારા થયેલું આયોજન મૂકેશ પંડિત, અયોધ્યા, રવિવાર તા.૨૩-૨-૨૦૨૫ અયોધ્યા નગરીમાં શ્રી રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. માનસરોવર સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સરયુ મૈયાનાં કિનારે તીર્થસ્થાન અયોધ્યા નગરીમાં રામેશ્વરબાપુ હરિયાણી શ્રી રામકથા રસપાન કરાવશે. રાધા મોહન કુંજ, જાનકી ઘાટ, અયોધ્યામાં રવિવાર તા.૧-૬-૨૦૨૫થી શનિવાર તા.૭-૬-૨૦૨૫ દરમિયાન આ રામકથા આયોજન માનસરોવર સંસ્થા દ્વારા […]

Back to Top