હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં 21 ફેબ્રુઆરીએ ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં વક્તા તરીકે ગુજરાતી સાહિત્યના મુર્ધન્ય કવિ શ્રી ડો.વિનોદ જોશી, વરિષ્ઠા પત્રકાર શ્રી જયેશ દવેએ માતૃભાષા વિશે સુંદર વાત કરી હતી .ડૉ .વિનોદ જોશીએ કહ્યું હતું કે માતૃભાષા લયબદ્ધ રીતે વિકાસ પામતી ભાષા […]
Month: February 2025
ખંભાળિયાના પ્લે હાઉસમાં સન્માન સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ ખંભાળિયામાં આવેલા ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ ખાતે તાજેતરમાં નાના ભૂલકાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી પંકજભાઈ તેમજ હેતલબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત વાલીઓના સ્નેહ મિલન અને બાળકોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોને મેડલ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા […]
ડીએમકે નેતા દયા નિધિ મારનના સંસ્કૃત વિરોધી વિધાનનો વિરોધ કરતું ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ
સંસ્કૃત વિરોધી માનસિકતા એ ભારત વિરોધી માનસિકતા સમાન છે, કારણ કે આ ભાષા ભારતની આધ્યાત્મિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક પ્રગતિનું પ્રતીક રહી છે: બોર્ડ ગાંધીનગર DMK નેતા દયાનિધિ મારનના સંસ્કૃત વિરોધી નિવેદનને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવ, સંરક્ષણ અને સંવર્ધન માટે સ્થાપવામાં આવેલા ‘ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ’ના અધ્યક્ષ દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવેલ છે. બોર્ડના […]
ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયા ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. […]
ખંભાળિયામાં જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા કરીને કરીને અકસ્માતો નિવારવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નિવાસી […]
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભામાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર
ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫ હેઠળ રાજ્યની આરોગ્ય સંસ્થાઓને કામચલાઉ રજીસ્ટ્રેશન માટેની અરજી કરવાનો સમય છ માસ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૫ સુધી વધારવામાં આવ્યો આરોગ્ય સંસ્થાઓને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કામચલાઉ નોંધણી આપવા કે રીન્યુ કરવા માટે સમય દોઢ વર્ષ એટલે કે તા. ૧૨-૦૯-૨૦૨૬ સુધી કરાયો………અત્યાર સુધીમાં રાજ્યને પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન […]
ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન મેન્ટેનન્સના કામને કારણે રદ
શંભુ સિંઘ, ભાવનગર ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજમાં મહાકુંભ-2025 દરમિયાન ચાલી રહેલા મેન્ટેનન્સના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જેના કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી દોડતી ભાવનગર-આસનસોલ અને વેરાવળ-બનારસ સુપરફાસ્ટ ટ્રેનો એક-એક દિવસ માટે સંપૂર્ણપણે રદ રહેશે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
ખંભાળિયામાં લેબોરેટરી ટેક્નિશયનોના પ્રશ્નો સંદર્ભે અધિકારીઓને આવેદન અપાયું
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત આરોગ્યની શાખા હસ્તકના લેબોરેટરી ટેક્નિશયન મંડળ દ્વારા ગઈકાલે ગુરુવારે રાજ્ય સરકાર કક્ષાએ પડતર પ્રશ્નો જેવા કે પગાર વિસંગતતા, 130 દિવસનો કોરોના સમયનું ભથ્થું તથા વહીવટી પ્રશ્નો માટે ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશયન (પેથોલોજી) મહા મંડળએ નક્કી કરેલા કાર્યક્રમના ભાગરૂપે રાજ્યના પ્રત્યેક જિલ્લા તંત્રને આવેદન આપવાનું […]
22મી ફેબ્રુઆરીથી 27મી ફેબ્રુઆરી દરમિયાન અમરેલી-જૂનાગઢ વચ્ચે દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન
જૂનાગઢમાં યોજાનારા “મહાશિવરાત્રી મેળા” માટે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધા માટે 22.02.2025 થી 27.02.2025 સુધી મીટરગેજ સેક્શનમાં અમરેલી અને જૂનાગઢ સ્ટેશનો વચ્ચે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ” ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:- મીટરગેજ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” અમરેલી-જૂનાગઢ-અમરેલી અમરેલીથી […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 13,317 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રોમાં પરીક્ષા આપશે
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના […]
