જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકાના સદસ્ય તેમજ જાણીતા કેમિસ્ટ હિતેશભાઈ દ્વારકાદાસ ગોકાણીના સુપુત્ર રિતેન ગોકાણીએ તાજેતરમાં એમબીબીએસનો અભ્યાસક્રમ પૂર્ણ કરી અને ડોક્ટરની ડિગ્રી હાંસલ કરી છે. ત્યારે ડો. રિતેન ગોકાણીને ખંભાળિયાના આગેવાનો, હોદ્દેદારો તેમજ રઘુવંશી જ્ઞાતિજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે. ____________________________________________________________________________ (ફોટો:- કુંજન રાડિયા)
Month: March 2025
ખંભાળિયાના બાહ્ય વિસ્તારમાં આજે છ કલાકનો વીજકાપ
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ખંભાળિયા શહેર નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડમાં નડતરરૂપ વીજ લાઈનની સ્થળાંતરની કામગીરી કરવામાં આવનાર હોવાથી અશોક અર્બન તથા પાંચવાડી જ્યોતિગ્રામ ફીડર હેઠળના ધરમપુર, બેડીયાવાડી, લાલપુર બાયપાસ રોડ, સિંહણ ચાર રસ્તા, વિગેરે વિસ્તારનો વીજ પુરવઠો શુક્રવાર તારીખ 28 માર્ચના રોજ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી […]
ખંભાળિયા: આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે સરકાર દ્વારા લાલ આંખ
– શરત ભંગ સબબ એક કર્મચારીને છૂટા કરાયા – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સરકારની જુદી જુદી આરોગ્ય વિષયક યોજનાઓ અને કાર્યક્રમોમાં લાભો તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યની ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે હેતુથી સરકાર દ્વારા ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, સંવર્ગમાં કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. […]
દ્વારકા ખાતે શ્રી કૃષ્ણ અને રુક્મિણીજીના ભવ્ય સત્કાર સમારોહ અન્વયે દ્વારકામાં ખાસ બેઠક યોજાઈ
– કૃષ્ણ અને રુકિમણીજીના વિવાહ સત્કાર સમારોહની તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા […]
ખંભાળિયાની બદિયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્ર યજ્ઞ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ;સેવા સમિતિ સંચાલિત બદિયાણી હોસ્પિટલ ખાતે લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે આગામી રવિવાર તારીખ 30 ના રોજ નેત્ર નિદાન, સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુ.કે. સ્થિત નિરંજનાબેન ચંદ્રવદન મોદી પરિવારના આર્થિક સહયોગી યોજવામાં આવેલા આ કેમ્પમાં રાજકોટની […]
દ્વારકામાં વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: સપ્લાયરની શોધખોળ
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખા મંડળના દ્વારકા વિસ્તારમાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મીઠાપુર વિસ્તારના પ્રોહિ. બુટલેગર રણમલભા સામરાભા સુમણીયા રહે. નાગેશ્વર, ઉ. 30) દ્વારા ભાણવડ તાબેના રાણપર ગામના રહીશ ધના […]
ઓખા મંડળમાં ચાર જુગારીઓ ઝડપાયા
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૩-૨૦૨૫ ઓખામાં રેલ્વે ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે યાકુબ જુનસ બેતારા અને રાહુલ મૂળજીભાઈ તાવડીવાલાને તેમજ મીઠાપુર પોલીસે સુરજકરાડી વિસ્તારમાંથી કનૈયાભા ગગાભા માણેક અને આસપારભા સીદીભા માણેકને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, મુદ્દામાલ કબજે કર્યો હતો. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ભાણવડના રેસ્ક્યૂઅર દ્વારા ઘાયલ સાપની સારવાર કરી, અપાયું નવજીવન
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ ભાણવડ પંથકમાં છેલ્લા દશરથ દોડ દાયકાથી વન્યજીવ બચાવ કામગીરી માટે કાર્યરત રેસ્ક્યૂઅર અશોકભાઈ ભટ્ટ દ્વારા સરિસૃપ બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. જેમાં મોટે ભાગે લોકો સાપોથી ડરતા હોય છે, ઉપરાંત તેને પોતાનો દુશ્મન માની અને મારી પણ નાખતા હોય છે, ત્યારે અશોકભાઈ ભટ્ટ દ્વારા સાપ બચાવ કાર્ય […]
રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીનો દ્વારકા પ્રવાસ
– દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ હાજરાહજૂર છે : પરીમલભાઈ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશ વિશે તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક વિવાદિત સાહિત્ય – નિવેદનના પગલે સનાતન હિન્દુ ધર્મનાં લોકો દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયનો ભારે વિરોધ થઇ રહ્યો છે. જે દરમ્યાન આજે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ […]
ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસસાડા નવ કિલો ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા ભાણવડમાં ગાંજાવડ ડ્રોન વિમાન થી ગાંજો પકડી પાડતી એસઓજી પોલીસ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા રૂપિયા 95 હજાર જેટલી કિંમતનો સાડા નવ કિલોગ્રામ જેટલો ગાંજો ઝડપાયો છે. આ […]
