જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ હવામાન વિભાગની આગાહી મુજબ તા. 9 મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં વેસ્ટર્ન ડિસ્ટેબન્સને પગલે વાતાવરણમાં પલટો જોવા મળશે. રાજયના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદની આગાહી કરવામાં આવી છે. વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષી ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં […]
Month: May 2025
પ્લાન્ટ એટેન્ડન્ટની ભરતીમાં રાજ્યના 153 ઉમેદવારોને જેટકોનો ઝટકો ! : શું હવે જેટકોને લાગશે ઝટકો?
GETCOની પ્લાન્ટ એટેન્ડન્ટ-૧ ભરતી અચાનક અટકાવી દેવાતાં પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોના ભવિષ્ય બરબાદ થવાની ભીતિ ભાવનગરGETCO એ 06/03/2024 ના રોજ 153 જગ્યાઓ ભરવા પ્લાન્ટ એટેન્ડન્ટ-1 ની ભરતી જાહેર કરેલ હતી. જાહેરાત મુજબ પારદર્શિતાથી ગૌણ અને મુખ્ય એમ બે પરિક્ષા, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, મેડિકલ ફિટનેસ અને જાન્યુઆરી મહિનામાં સર્કલ ચોઈસ ફિલીંગ પણ કરાવ્યા બાદ અણીના મોકે અચાનક […]
ટોકન મેળવ્યા વગર માછીમારી કરવા ગયેલા ઓખાના બે શખ્સો સામે કાર્યવાહી
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ ઓખામાં માછીમારી કરવા માટે ફિશિંગ વિભાગમાંથી ટોકન મેળવ્યા વગર ફિશીંગ કરવા ગયેલા શકુર અબ્દુલભાઈ શેખ (ઉ.વ. 45) અને સલીમ ફકીરાભાઈ ઉચાણી (ઉ.વ. 40) નામના બે માછીમારોને પોલીસે કનકાઈ જેટી પાસેથી ઝડપી લઈ, આ બંને સામે ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ ઓખા મરીન પોલીસે કાર્યવાહી કરી હતી. […]
ભાવનગરમાં શનિવારે યશવંતરાય નાટ્યગૃહ યોજાશે “બરસાત મેં તાક ધીનાં…..ધીન”…. શંકર-જયકીશનનાં સદાબહાર ગીતોનો કાર્યક્રમ
મૂકેશ પંડિત, ભાવનગર તા ૧૦-૫-૨૫ને શનિવારના રોજ ભાવેણાની લોકપ્રિય ક્લાસંસ્થા કલાપથ પ્રસ્તુત મહાન સંગીતકાર શંકર-જયકિશનના સદાબહાર ગીતોનો કાર્યક્રમબરસાતમે તાક ધીનાં… ધીન… યશવંતરાય નાટ્યગૃહમાં શંકર-જયકીશનના “ચાહકો”માટે રાત્રે ૮-૩૦( સાડા આઠ) વાગે નિઃશુલ્ક યોજાશે જેમાં ગૌરવ પુરસ્કૃત ભુપેન્દ્ર વસાવડા(રાજકોટ), ભાવેણાનુ ઘરેણુ એવા લોકપ્રિય કલાકાર પ્રીતમ શાહ ઉપરાંત વીરેન્દ્ર મેર , હસમુખ દુધરેજીયા(રાજકોટ), ડૉ એન પી કુહાડીયા, ડૉ […]
ખડસલિયા શાળાના આચાર્ય વંદના ગોસ્વામીની પાઠ્યપુસ્તક મંડળમાં પસંદગી
હરેશ જોષી. તળાજા તળાજાના વંદના ગોસ્વામીની ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરના ધોરણ -૮ ના ગુજરાતીના પાઠ્ય પુસ્તકમાં સમીક્ષક તરીકે પસંદગી થઇ છે. હાલ તેઓ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-ખડસલિયામાં આચાર્યા(G.E.S.ક્લાસ -૨) તરીકે સેવા આપી રહ્યા છે. અનેક સંસ્થામાં શૈક્ષણિક વિષય પર વક્તવ્ય અને લેખક તરીકે વંદનાબહેન કાર્યરત છે. ભાવનગરની વિવિધ સંસ્થાઓમાં સેવા આપી […]
ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું : ગ્રામજનો થયા મંત્રમુગ્ધ
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫ ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા – જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગસ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા – જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્સિબ્યુશન પ્રદર્શન પણ કરાય છે. ત્યારે ગત […]
અવસાન નોંધ: જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૪-૦૫-૨૦૨૫ જામ ખંભાળિયા: મૂળ રાવલ નિવાસી સારસ્વત બ્રાહ્મણ સ્વ. મહેન્દ્રભાઈ દયારામ વાકાણીના ધર્મપત્ની અંજનાબેન (ઉ.વ. 75) તે હિમાંશુભાઈ (ગોર) ના તેમજ સ્વ. પ્રીતિબેન હરેશભાઈ વડીયા, મીતાબેન અને મોનાલીબેન જતીનભાઈ પુરખાના માતુશ્રી તથા બાલકૃષ્ણ અમૃતલાલ બલભદ્ર (બાલુભાઈ જોશી) ના બહેન તા. 3 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા સાદડી સોમવાર તા. […]
બદલાતા વાતાવરણ વચ્ચે ચઢતા પહોરની આહલાદક તસવીર
જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ સૌરાષ્ટ્રમાં પશ્ચિમે અચાનક ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં માવઠા સાથે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે… કમોસમી આગાહીથી જગતનો તાત ખેતરે ચિંતાતુર બન્યો છે, ત્યારે આકાશે દોડતા વાદળોની ભરમાર સાથે સોમવારના સૂર્યોદયની ટ્રેનમાંથી લેવાયેલી ગતિશીલ તસવીર… ફોટો: જીતુ જામ (જામ ખંભાળિયા.)
ઉનાળાની રોકડી માટે એસટીની વધારાની રેંકડી: રાજ્યના મુખ્ય શહેરોને જોડતી દૈનિક ૧૪૦૦થી વધુ એક્સ્ટ્રા એક્સપ્રેસ બસોની સુવિધા
સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૫૦૦ ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે ૨૧૦, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ૩૦૦ તેમજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે ૩૦૦ ટ્રીપોનું આયોજન અમદાવાદરાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસ.ટી દ્વારા વધુ સેવાઓ આપવાનું સફળ આયોજન કરાયું છે. જે અંતર્ગત એસ.ટી નિગમ […]
પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાણ ગામના યુવાનનું સારવાર દરમિયાન મોત
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૫-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા મોહનભાઈ દેવશીભાઈ કણજારીયા નામના 23 વર્ષના સતવારા યુવાનને ગત તારીખ 28 એપ્રિલના રોજ પોતાના ઘરે એકાએક ઉલટી થઈ હતી. ત્યાર બાદ તેમને પેટના ભાગે અસહ્ય દુખાવો ઉપાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. […]
