ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામા પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને રાણાવાવ ડીવીઝન વિસાગના ડીવાયએસપી ધુવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા પીએસઆઇ આર.વી.મોરી તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગની ફરજ પર હતા તે દરમ્યાન રાણાવાવ એ.એસ.આઈ. બી.એલ.જાડેજાને મળેલ હકીકત આધારે ભોડદર ગામથી કોટડા ગામ તરફ જતા રસ્તે ગૌચરમાં જાહેરમાંથી ત્રિનપતીનો જુગાર રમતા ૭ ઇસમોને રોકડ રૂ.૨,૫૦,૦૨૦/- તથા મોબાઇલ ફોન નંગ-૮ મળી કુલ કિ.રૂ.૨,૭૫,૫૨૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ તેમજ રેઇડ દરમ્યાન ૦૪ ઇસમો નાસી ગયેલ અને તમામ સામે જુ.ધા. કલમ ૧૨ મુજબ ગુન્હો રજી કરાવેલ છે. આ કામગીરી રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા પીએસઆઇ આર.વી.મોરી, એ.એસ.આઈ. બી.એલ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા, કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, જયમલ સામતભાઇ, સરમણ દેવાયતભાઇ, તથા ભરત કાનાભાઇ તથા કુણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવેલ હતી.
આરોપીનાં નામ-સરનામાં
(૦૧) હરદેવ પીંગળીભાઇ લીલા જાતે ગઢવી ઉ.વ.૪૦ ધંધો-ડ્રાઇવિંગ રહે-છત્રાવા ગામ વાછરાડાડાના મંદિર પાસે તા.કુતિયાણા જી.પોરબંદર
(૦૨) કેશુ રામભાઇ ઓડેદરા ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે-મહોરીયારી ગામ તા.કુતિયાણા જી.પોરબંદર
(૦૩) હરસુખ ભીખાભાઇ કુછડીયા ઉ.વ.૩૮ ધંધો-ખેતી રહે-વડવાળા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર
(૦૪) લાખણ ભગતભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો-ખેતી રહે-કણજાગામ તા.વંથલી જી.જુનાગઢ
(૦૫) પૂંજા હીરાભાઇ ડાકી ઉ.વ.૫૫ ધંધો-મજુરી રહે-આદિત્યાણા ગામ તા.રાણાવાવ જી.પોરબંદર
(૦૬) રામ સામળાભાઇ ખુંટી ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે-છત્રાવાગામ તા.કુતિયાણા જી.પોરબંદર
(૦૭) ભીમા માલદેભાઇ માળીયા ઉ.વ.૫૪ ધંધો-નિવૃત રહે-ભોડદર ગામ તા.રાણાવાવ જી.પોરબંદર
(૦૮)નાસી જનાર નરેન્દ્ર / નીલેશ હરદાસભાઇ દાસા રહે.જુનાગઢ
(૦૯)નાસી જનાર દેવા /સાકાલ બાલુભાઇ ઓડેદરા રહે.માણાવદર ગામ જી.જુનાગઢ
(૧૦) નાસી જનાર ભીમા હાજાભાઇ ખુંટી રહે.છત્રાવા ગામ તા.કુતિયાણા જી.પોરબંદર
(૧૧) નાસી જનાર કેશુ લીલાભાઇ ભુતીયા રહે.ખીજડળ ગામ તા.રાણાવાવ
