પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડાને ચેક પાછો ફર્યાના કેસમાં ૧ વર્ષની સજા કરતી કોર્ટ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

હાલ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટની ફરીયાદોનુ પ્રમાણ પોરબંદરની કોર્ટમાં વધતુ જતુ હોય અને તેમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ચેક પાછા ફર્યાના કેસોમાં રોજ બરોજ અલગ અલગ સિધ્ધિઓ પ્રાપ્ત કરતા હોય ત્યારે નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટના કેસોમાં હવે ધીરે ધીરે સજા થવાનુ પ્રમાણ વધતુ જાય છે. અને તે મુજબ પોરબંદરના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડા દ્વારા પોરબંદર ની કેશવ કો. ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લી. માંથી લોન લીધેલી હોય અને તે લોનની રકમ ભરપાઇ કરવા માટે મંડળીમાં ચેક આપેલો હોય પરંતુ આપેલો ચેક પાછો ફરતો સોસાયટી દ્વારા તેમના એડવોકેટ ભરતભાઇ લાખાણી દ્વારા પોરબંદરની કોર્ટમાં ફરિયાદ કરતા અને ચેક રૂ.૧૨,૦૦,૦૦૦/- અંકે રેપિયા બારલાખ પુરાનો હોય અને તે રીતે નામદાર કોર્ટ દ્વારા પણ કેસની ગંભીરતા ધ્યાને લઇ તાત્કાલીક કેસ ચલાવેલો હતો. અને આ કામમાં પ્રશાંત પૈડા દ્વારા કાયદેસરના લેણા ચૂકવવા માટે થઇને ચેક આપેલો હોય તેવુ પુરાવાર થતા અને તે રીતે પોરબંદરના એડિશ્નલ ચીફ જયુડી. મેજી. બી. જે. પટેલ દ્વારા પોરબંદર ના જાણીતા બિલ્ડર પ્રશાંત પૈડા ને ૧(એક) વર્ષની સજા તથા ચેક ની ડબલ રકમ એટલે કે, રૂ.૨૪,૦૦,૦૦૦/- અંકે રેપિયા ચોવીશલાખ પુરા ચૂકવવાનો હુકમ કરેલ છે. અને તે રીતે પોરબંદરના જાણીતા બિલ્ડર ને સજા થયેલી હોય તેવુ પહેલી વખત બનેલુ હોવાના કારણે બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઇ ગયેલ છે. અને બોટા ચેક આપી લોન લેનારાઓને પણ આ ચુકાદો ચેતવણી રૂપ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડિયા, ચાંદની મદલાણી, ભાવના પારધી રોકાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *