Headlines

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

પોરબંદરમાં સાહિત્ય અકાદમી સુરશ્રી ક્લચરલ ક્લબના ઉપક્રમે માતૃભાષા મહોત્સવ – 2026ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું ભવ્ય આયોજન

ખબર જગત , પોરબંદર

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 ના ઉપલક્ષમાં કવિ સંમેલનનું આયોજન તા. 15 ફેબ્રુઆરી, રવિવારે સાંજે 6 કલાકે, ગોકુલ નગરી ફાર્મ – 1, નર્મદા ડેરી પાસે નેશનલ હાઇવે, વનાણા, પોરબંદર ખાતે કરવામાં આવેલ છે.
આ કવિ સંમેલન માં પોરબંદરના સ્નેહલ જોશી, સુનિલ ભીમાણી અને લાખણશી આગઠ પોતાની સ્વરચિત કવિતાઓનો રસાસ્વાદ સાહિત્યપ્રેમીઓને કરાવશે. કાર્યક્રમનું સંચાલન જય પંડ્યા કરશે અને સંયોજક કમલભાઈ રાજપરા છે.
આ કાર્યક્રમમાં ગુજરાત ના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા મુખ્ય મહેમાન પદે તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરીયા, જિલ્લા કલેકટર ધાનાણી, મ્યુનિ. કમિશ્નર અતિથિ વિશેષ પદે રહેશે.
આ કાર્યક્રમ માં પધારવા સુરશ્રીના સભ્યો અને સાહિત્ય પ્રેમીઓને નિમઁત્રણ સંસ્થાના ચેરમેન કિરીટભાઈ રાજપરા અને અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા પાઠવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *