Headlines

રાણાવાવ પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અડધા લાખની કિંમતના ત્રણ મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

​પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલા મોબાઈલ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. જુનાગઢ રેન્જના આઈજી નિલેશ જાજડીયા અને પોરબંદરના એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ જિલ્લામાં ખોવાયેલા ફોન શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

​આ કામગીરીમાં ડીવાયએસપી ધવલ સી. સુતરીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એન. તળાવીયા અને પીએસઆઈ આર.વી. મોરી સહિતના સ્ટાફે ટેકનોલોજી અને CEIR પોર્ટલની મદદથી 53,999 રૂપિયાની કિંમતના કુલ 3 મોબાઈલ શોધી કાઢ્યા હતા. જેમાં અલ્પેશભાઈ મેરામણભાઈ, જય ભરતભાઈ અને ભોજાભાઈ ગરચરના ખોવાયેલા ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મોબાઈલ તેના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીમાં હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસાકોન્સ્ટેબલ સંજય વાલાભાઈ અને આઈટી એક્સપર્ટ જેઠાભાઈ દેવાયતભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *