Saturday June 21, 2025

પોરબંદર એસ.ટી. ડેપો દ્વારા “ડ્રાઇવર ડે” ની ભવ્ય ઉજવણી

પોરબંદર,

એક સામાન્ય અક્સ્માત પણ ના સર્જ્યો તેવા 41 બસ ડ્રાઇવરો ને સન્માનિત કરાયા
વર્ષ દરમ્યાન સૌથી શ્રેષ્ઠ ડીઝલ માઇલેજ લાવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માનિત કરાયા
રોડ સેફ્ટી મંથ – 2025 અંતર્ગત સમગ્ર ભારત માં 24 જાન્યુઆરી ને “ડ્રાઇવર ડે” તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસ.ટી.નિગમ પણ “ડ્રાઇવર ડે” ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત આજ રોજ પોરબંદર એસ.ટી ડેપો માં પણ પોરબંદર “ડ્રાઇવર ડે” ની ઉજવણી કરવામાં આવેલ હતી.
પોરબંદર એસ. ટી. ડેપો મેનેજર પી.બી. મકવાણા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહ માં પોરબંદર એસ.ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ની ફરજ ડ્રાઇવરો દ્વારા પોતાની નોકરી ના કાર્યકાળ દરમ્યાન એક સામાન્ય પણ અકસ્માત ના સર્જ્યો હોય તેવા કુલ 41 ડ્રાઇવરોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વર્ષ દરમ્યાન સર્વ શ્રેષ્ઠ ડીઝલ માઈલેજ મેળવનાર કુલ 10 ડ્રાઇવરોને પણ સન્માન પત્ર આપી સત્કારવા માં આવ્યા હતા.
આજના આ “ડ્રાઇવર ડે”ની જુનાગઢ વિભાગીય નીયામક એમ.બી.રાવલ દ્વારા તમામ ડ્રાઇવરોને શુભેચ્છાઓ પાઠવવા માં આવેલ હતી તેમજ આ સન્માન સમારોહ માં અતિથિ વિશેષ પદે વિભાગીય કચેરી જુનાગઢ થી સ્ટોર ઓફિસર કુલદીપસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહીને એસ.ટી.નિગમ નું ગૌરવ વધારનાર તમામ કર્મચારીઓ ને અભિનંદન પાઠવેલા હતા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ.એમ. રૂઘાણી દ્વારા ડેપોના તમામ કર્મચારીઓને આવતા વર્ષના શ્રેષ્ઠ પરિણામોની શુભેચ્છાઓ પાઠવેલ હતી.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યા માં ઊપસ્થિત રહેનાર તમામ કર્મચારીઓ તથા મુખ્ય મહેમાન કુલદીપસિંહ ચુડાસમા નો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.

આ તકે ડેપો મનેજર પી.બી. મકવાણા દ્વારા મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા પણ નમ્ર અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top