Friday June 20, 2025

બેટ દ્વારકામાં સિંધુભવન ધર્મશાળાની રૂ. અડધા કરોડની કિંમતી જમીન પર પિતા-પુત્ર દ્વારા કબજો જમાવી રાખવા સબબ ફરિયાદ

– પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી, એકની અટકાયત કરી –

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૬-૨૦૨૫

       ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં એક ધર્મશાળાની કિંમતી જમીન પર છેલ્લા આશરે ત્રણ દાયકાથી કબજો જમાવીને રાખવા સબબ આરંભડા વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

      આ સમગ્ર પ્રકરણ સંદર્ભે બેટ દ્વારકામાં રહેતા અને બેટ દેવસ્થાન સમિતિના ઇન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશચંદ્ર ચુનીલાલ બદિયાણી (ઉ.વ. 64) એ આરંભડા વિસ્તારમાં રહેતા ચંદ્રકાંત ગોપાલદાસ ભાયાણી તેમજ રામકૃષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણી સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે કે ઉપરોક્ત બંને શખ્સોએ શ્રી બેટ દેવસ્થાન સમિતિ બેટ શંખોદ્વારની માલિકીની બેટ ગામના સીટી સર્વે નંબર 1211 માં આવેલી મિલકતો પૈકી સીટ નંબર 21 માં આવેલી સિંધુ ભવન ધર્મશાળા વાળી 365 ચોરસ મીટર જમીન તેમજ સર્વે નંબર 1210 સીટ નંબર 23 માં આવેલી 4.68 ચોરસ મીટર મિલકત કે જે સિંધી ભવન ધર્મશાળા તરીકે ઓળખાય છે તે 31 વર્ષથી કબજો જમાવીને રાખ્યો છે.

       આમ, ઉપરોક્ત બંને શોખો દ્વારા રૂપિયા 50 લાખ જેટલી બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર ગેરકાયદેસર રીતે કબજો કરી અને કોઈને પ્રવેશવા નહીં દેતા આ અંગે બેટ દ્વારકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં રામકૃષ્ણ ચંદ્રકાંતભાઈ ભાયાણીની અટકાયત કરી લીધી છે. આ અંગે આગળની તપાસ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડ ચલાવી રહ્યા છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top