પ્રોપર્ટી કાર્ડમાં રેવન્યુ અધિકારી અગાઉ પ્રમાણિત કરેલી નોંધના આધારે સીધી નોંધ દાખલ કરી આપે તેવો ત્વરિત આદેશ આપવા બાબતે ગાંધીનગર રજૂઆત
પોરબંદર
પોરબંદર જીલ્લાના ગામોની વરસો પહેલા હેતુફેર થયેલી મિલકતોના હાલના માલિકો રેવન્યુ રેકોર્ડ હક પત્રક ગામ નમુના નં.૫ માં ઉતરોતર સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત થયેલી નોંધો સામેલ રાખી અરજ અહેવાલ કરે ત્યારે પોરબંદર સીટી સરવે કચેરી હાલના છેલ્લા માલિકોના નામે પ્રોપર્ટી કાર્ડમાં રેવન્યુ અધિકારીએ અગાઉ પ્રમાણિત કરેલી નોંધના આધારે સીધી નોંધ દાખલ કરી આપે તેમજ સમય મર્યાદામાં નિકાલ કરી આપે તેવો ત્વરિત આદેશ આપવા બાબતે પોરબંદરના પ્રકાશભાઈ ભીખુલાલ પંડીતે ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર પોરબંદર જીલ્લા નીચે આવતા દરેક ગામો કે જે ગામોની જમીનો કે જમીનો વરસો પહેલા હેતુફેર થઇ ગયેલ છે તેમજ હેતુકર થઇ ગયેલ પ્લોટિંગની જમીનોના સેલ રિસેલના ઉતરો ઉતરના દસ્તાવેજો પણ થઇ ગયેલ છે અને આવા હેતુકર થયેલી પ્લોટિંગની જમીનોની જે તે સમયના રેવન્યુ રેકોર્ડના હકપત્રક ગામ નમુના નં.૫ માં આવા વેચાણ દસ્તાવેજોની તેમજ જે મિલ્કત માલિક ધારક અવસાન પામેલ હોય તેઓની વારસાઇની નોંધો તેમજ હક કમીની નોંધો સક્ષમ રેવન્યુ અધિકારી ગણ તરફથી પ્રમાણિત થઇ ગયેલ છે આમ છતા પોરબંદર સીટી સર્વે કચેરીના અધિકારી ગણ અગાઉ ઉપરની વિગતે રેવન્યુ રેકોર્ડમા સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત થયેલી હક પત્રકની નોધોને પણ માન્યતા આપતા નથી અને તેને બદલે મિલ્કતના માલીકો ધારકોને જમીન હેતુકેર થયાની તારીખથી ઉતરોતર પ્રોપર્ટી કાર્ડમા ફરીથી નોધો દાખલ કરવાનો આગ્રહ રાખી રહેલ છે અને આ રીતે મિલ્કતના માલીકો પાસેથી કોઇપણ રીતે હેરાન પરેસાન કરી વઘુ મા વઘુ પૈસા પડાવવા ના નવા નવા પેતરા રચી રહેલ છે તેવુ લોક મુખે ચર્ચાય રહ્યુ છે
સીટી સરવે કચેરીમા એવું જ વિચારી રહેલ છે કે હાલના માલીકો ધારકોને લેન્ધી પ્રોસેસમાંથી કેમ વઘુ પસાર થવુ પડે અને કયુ કામ વઘુ ટલ્લે ચડાવવાથી વઘુ દાન દક્ષિણા પ્રાપ્ત થશે એમાંથી ઉપર આવતી નથી જેના કારણે સીટી સર્વેની કામગીરીમા પણ ભારણ વઘી ગયેલ છે. મિલ્કત ના માલીકો ધારકો પણ લાંબા સમય સુધી હેરાન પરેશાન થઇ રહેલ છે અને જેના કારણે સીટી સરવે કચેરી ના ટેબલો ઉપર ભષ્પાચાર ને વેગ મળી રહેલ છે તેવું લોક મુખે સંભળાઇ રહ્યું છે. પોરબંદરમા અગાઉ સીટી સરવે કચેરી અમલમા આવેલી ત્યારે સીટી સરવે કચેરીના તે સમયના અધિકારી ગણ મિલ્કત ધારકોને તેમના આધાર પુરાવા લઇ હાજર રહેવા જણાવતા હતા અને મિલ્કતના તે સમયના માલીકો તેનો આધાર લઇ ને સીટી સર્વે કચેરી એ જતા સમય તુરત જ હક કબુલ કરી છેલ્લા માલિકીનો જવાબ તૈયાર કરી તેમા મિલ્કત માલિકની સહી લઇ તેમજ અરજદાર માલિક પાસે રહેલી મિલ્કતના આધારની નકલ લઇ છેલ્લા માલિકના નામે સીટી સર્વેના રેકોર્ડમા તેમનું નામ તુરત દાખલ કરી સીટી સરવે ની સનંદ તેમજ પ્રોપર્ટીકાર્ડ તુરત જ આપી દેતા હતા.