


પોરબંદર
પોરબંદર નજીક રાતીયા ગામે વાડી વિશ્રામમાં રાતીયના ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ઘેડીયા કોળી સમાજ વાડી બે રોડ ખાતે નૂતન નવનિર્મિત મંદિરમાં રામદેવજી મહારાજ તથા મોકરીયા પરિવારની આરાધ્ય દેવી વીજ વાસણ માતાજીની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સામેયા, બારોટના ચોપડે નામકરણ, રામદેવજીનો પાટોત્સવ, સંત વાણી, મુખ્ય દાતા અભિવાદન, અને મહા પ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાયા હતા.
પ્રારંભમાં રાતીયાના ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નારણભાઈ રાણાભાઈ મોકરીયાએ ટ્રસ્ટ દ્વારા વીશ વર્ષની હાથ ધરેલ સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય પ્રવૃત્તિને અને કાર્યક્રમના આયોજક તથા સલાહકાર હીરા ભાઈ સિદીભાઈ મોકરીયા મુખ્ય દાતા હીરાભાઈ સિદીભાઈ મોકરીયાની સેવા પ્રવૃત્તિ પદાર્પણ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવોને આવકાર્યા હતા,
આ ધાર્મિક ઉત્સવ અવસરે માધવપુરના શ્રેષ્ઠિ દેવદાસભાઈ બારેયા, માધવપુરના પૂર્વ સરપંચ રામભાઈ કરગટિયા, રેડીયો આર્ટિસ્ટ દેવશી ભાઈ કરગટિયા, નારણભાઈ રાણા ભાઈ મોકરીયા, ગામના સરપંચ જગદીશ ભાઈ રાતીયા, બારોટ રાજભાઈ હરદાસભાઈ બારોટ, જિલ્લા કોળી સમાજ રત્ન કેળવણીકારડો. ઈશ્વરભાઈ ભરડા, પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળના પ્રમુખ લાખા ભાઈ મોકરીયા, જીવાભાઈ દેવા ભાઈ મોકરીયા (એસ. ટી. અરજન ભાઈ દેવસી મોકરીયા, રામદેવભાઈ કરગટિયા, પરેશભાઈ મોકરીયા રાતીયા ગામના સરપંચ જનુભાઈ દેવા ભાઈ સહીતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે હોજાયેલ યજ્ઞોત્સવમાં ઋષિકુમાર શાસ્ત્રી ગીજુભાઈએ વૈદિક મંત્રોચ્ચારણ સાથે મોકરીયા પરિવારના શ્રેષ્ઠિના હસ્તી બિંદુ હોમવાવમાં આવેલ હતુ.
આ પ્રસંગે મહિલા અગ્રણી નિવૃત શિક્ષિકા હીરાબેન મોકરીયાએ આજના યુગમાં કન્યા કેળવણીને અગ્રતા આપી તન -મન નુ આરોગ્ય જાળવવા અને સમાજ ઉત્કર્ષ માટે સમાજની એકતા, સંપ, ભાઇચારોરાખવા અને સમાજ નુ સંગઠન જરૂરી ગણાવ્યું હતું. હીરાભાઇ સિદ્દીભાઇ મોકરીયાએ અંદાજે 7-50 લાખ જેટલી રકમ અનુદાનમાં આપતાં ટ્રસ્ટ દ્વારા મુખ્ય દાતા તરીકે તેઓનુ ઘેડીયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ નારણભાઇ મોકરીયાના હસ્તે સન્માન પત્ર, ઉષ્માવસ્ત્ર સાથે શાલ ઓઢાડી અદકેરુ ભાવપુજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમ નુ સંચાલન ટ્રસ્ટી બાબુભાઇ મોકરીયાએ સંભાળ્યું હતુ જયારે આભાર દર્શન જુનાગઢની વોરા કોલેજના પ્રોફેસર ડો. અરજનભાઇ મોકરીયાએ કર્યૂ હતુ. આ અવસરે કોળી સમાજના અગ્રણીઓ દુદાભાઇ ઝોરા, પરેશભાઇ મોકરીયા, દિપકભાઇ, હરીશભાઇ ભીમાભાઇ કોટવાર, નારણભાઇ મોકરીયાની ઉપસ્થિતમાં યોજાયો હતો.