પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં યોજાશે કાગ વંદનાનો ત્રિવિધ કાર્યક્રમ
હરેશ જોષી, મજાદર મજાદરના માડુ, ભક્ત કવિ દુલા ભાયા કાગની ૪૮મી પૂણ્ય તિથિ- ફાગણ સુદ ચોથના દિવસે, તારીખ ૩- ૩- ૨૦૨૫ના રોજ પૂજ્ય મોરારીબાપુની નિશ્રામાં કાગધામ, મજાદર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.પૂજ્ય બાપુની પ્રેરણાથી, ૨૦૦૨થી કાગબાપુની પુણ્ય તિથિ ઉપર “કાગ એવૉર્ડ” સાથે “કાગ વંદના” નો ઉપક્રમ આરંભાયો. એ રીતે આ ૨૪ મો એવૉર્ડ અર્પણ કાર્યક્રમ છે….
