Sunday July 27, 2025

જુના રતનપરનો બુધો છરી સાથે ઝડપાયો

જુના રતનપરપોતાના કબ્જામાં કોઈ ચોક્કસ કારણ વગર અને પાસ પરમિટ વગર જાહેરમાં છરી રાખવી તે ગુજરાત પોલીસ એકટ 135 મુજબ ગુનો છે. ઘણાને આ વાતની ખબર જ નથી પરિણામે લોકો ખબર વગર અથવા તો ગુનો કરવાના ઇરાદા સાથે છરી રાખતા હોય છે. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામનો બુધા મકા જસમુરીયા (ઉ.વ. 52) નામનો એક શખ્સ […]

રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન – શ્રી મોરારિબાપુ

પ્રયાગરાજમાં ‘માનસ મહાકુંભ’ પ્રસંગે જોડાયાં રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ પ્રયાગરાજ શનિવાર તા.૨૫-૧-૨૦૨૫(મૂકેશ પંડિત) તીર્થરાજ પ્રયાગરાજમાં મહાકુંભમેળા પર્વે ચાલતી રામકથામાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, રામાયણની એક ચોપાઈ સમજાઈ જાય તો પણ જીવન માટે અમૃતવર્ષા અને કુંભસ્નાન સમાન છે. રામકથા ‘માનસ મહાકુંભ’ પ્રસંગે રાજ્યપાલ શ્રી આનંદીબેન પટેલ જોડાયાં અને પ્રસન્નતા વ્યક્ત કરી. પરમાર્થ નિકેતન આશ્રમમાં શ્રી મોરારિબાપુએ […]

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા […]

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્યનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન

હરેશ જોષી, કુંઢેલી શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રીનું શ્રેષ્ઠ સેક્ટર ઓફિસર તરીકે સન્માન કરવામાં આવ્યું.રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી આર. કે.મહેતા અને અન્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ભાવનગર યુનિવર્સિટી ખાતે યોજવામાં આવી હતી ,જેમાં પાલીતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવતી શાળાના આચાર્યશ્રી બી.એ. વાળા નું સેક્ટર ઓફિસર તરીકેની શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપીને સન્માન કરવામાં […]

મૃત્યુનોંધ: મોચી મરણ સાંખડાસર / ભાવનગર

મોચી મરણ ગામ સાંખડાસર – 1 નિવાસી હાલ ભાવનગર ચુનીભાઈ વાલાભાઈ ગોહિલ ઉંમર વર્ષ 79 તા.25.1.2025 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે, તે ગં.સ્વ. અજવાળીબેન ચુનીભાઈના પતિ તથા લાલજીભાઈ,ગોબરભાઇ, રેખાબેન રસિકભાઈ મકવાણા(પીપરલા), ભાવનાબેન ગુણાભાઈ મુંજાણી (રાણીવાડા)ના પિતા થાય. તે સ્વ. બબુબેન દેવજીભાઈ (સાંખડાસર) વજુબેન જાદવભાઈ (ડુંગરપર), બાલુબેન હરિભાઈ (પાવઠી)ના ભાઈ થાય. તેઓ સંગીતાબેન લાલજીભાઈ તથા […]

યાત્રી કૃપયા ધ્યાન દે………ભાવનગર-હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન હવે અઠવાડિયામાં બે દિવસ ચાલશે

હરિદ્વાર ટ્રેને સોમવાર અને ગુરુવારે ચલાવવા માટે રેલવે બોર્ડ તરફથી મંજૂરી ભાવનગર રેલવે બોર્ડે યાત્રિયોની સુવિધામાં વધારો કરવાના હેતુથી પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી ભાવનગર-હરિદ્વાર-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન (19271/19272) ને અઠવાડિયામાં બે દિવસ ચલાવવાની મંજૂરી આપી છે.હવે આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સોમવાર અને ગુરુવારે ચાલશે એટલે કે અઠવાડિયામાં બે દિવસ ચાલશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે ભાવનગરથી […]

મૃત્યું નોંઘ: દશા પાલીવાલ બ્રહ્મસમાજ ગામ:- ધારડી, હાલ:- બોરીવલી (મુંબઈ).

ગામ:- ધારડી હાલ:- બોરીવલી (મુંબઈ) નિવાસી નાગજીભાઈ ભવાનભાઈ જાની (ઉં. વ.૯૦) તા:-૨૩/૦૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેઓ સ્વ. ભવાનભાઈ નારણભાઈ ના પુત્ર,સ્વ. જીવાભાઈ નારણભાઈ ના ભાઈના પુત્ર, મંજુલાબેન ના પતિ, જાની અશોકભાઈ(કિશોરભાઈ)નાગજીભાઈ, પંડ્યા રમાબેન (રસીલાબેન) બળવંતભાઈ(ટીમાણા)ના પિતા , તથા સ્વ. જાની કુબેરભાઈ જીવાભાઈ, સ્વ.શંભુભાઈ જીવાભાઈ તથા ધરમશીભાઈ જીવાભાઈના દાદાના દિકરા , જાની કાર્તિકભાઈ […]

રેવા પ્રાથમિક શાળામાં વિદાય કાર્યક્રમ

મુકેશ પંડિત, ઇશ્વરીયા રેવા પ્રાથમિક શાળાના શિક્ષક રાજુભાઈ ડાભીની ગણેશગઢ ખાતે બદલી થતા વિદાય કાર્યક્રમ ગોઠવાયો જેમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકગણ અને રેવા ગ્રામ વિકાસ સમિતિના સભ્યો જોડાયાં. વિદ્યાર્થીઓ દ્વારા જૂની યાદોને વાગોળવામાં આવી સાથે સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી. સૌએ વિતાવેલ પળો તાજી કરી. કાર્યક્રમમાં શ્રી રાજુભાઈ ડાભી તેમજ શ્રી જયસુખભાઇ મકવાણા દ્વારા […]

બ્લોકના કારણે 1 ફેબ્રુઆરીની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

ભાવનગરઉત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરિંગના કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ 01.02.2025 ના રોજ ડાયવર્ટ કરાયેલા રૂટ પર ચાલશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 20937 પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત માર્ગ મારવાડ જંક્શન-અજમેર-જયપુર જંક્શન-અલવર-રેવાડી જંક્શન ના બદલે […]

જામખંભાળિયામાં 30મીએ યોજાનાર ખેડૂત સંમેલનમાં વિશાળ હાજરી આપવા કિસાન નેતા ભરતસિંહ તરેડીનો અનુરોધ

ભાવનગરસૌરાષ્ટ્રમાં દ્વારકાના જામ ખંભાળિયા ખાતે 30 જાન્યુઆરીના રોજ ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાશે અને આ સંમેલનમાં ભાવનગર સહિત સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોને બહોળી સંખ્યામાં હાજરી આપવા ભાવનગરના કિસાન નેતા એવમ્ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ તરેડીએ આહવાન આપ્યું છે. કિસાન નેતા ભરતસિંહ પોપટભા વાળાએ જણાવ્યું કે તા.૩૦/૧/૨૦૨૫ ને‌ ગુરુવારે સવારે ૯/૩૦ કલાકે ભગવાન શ્રીકૃષ્ણના ધામ દ્વારકા […]

Back to Top