Sunday July 27, 2025

MoneyTrap : પહેલા એ હોટલમાં લઈ, ગઈ “સહશયન” પછી 10,000 પડાવ્યા પછી તેના ડમી પતિએ 10 લાખ માંગ્યા અને

ભાવનગરના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે શખ્સની ધરપકડ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની માંગણી કરનાર મહિલા સહિત બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં ફરાર એની એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં એક વેપારી પાસે અથાણાની ખરીદી કરવા […]

ભાવનગરમાં નાના ભાઈનું ખૂન કરનાર મોટો ભાઈ ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.ર ભાવનગર ના સવાઈ નગર ગામમાં જમીન ના ઝગડામાં સગા ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ની પોલીસે ધરપકડ કરી છે.  ભાવનગરના નજીકના સવાઈનગર ગામે ચાર દિવસ પહેલા જમીનના ઝગડામાં મોટાભાઈ મુકેશ પરમારે નાનાભાઈ ચંદુભાઈની ધારિયું મારી હત્યા કરી હતી  જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચાર દિવસ પહેલા મુકેશ પરમાર નામના હત્યારા […]

Like Hollywood: યે આગ કબ બૂઝેગી?: ભાવનગરના હસ્તગીરી ડુંગરોમાં આગથી અનેક અબોલ પશુ-પંખીઓ, વૃક્ષો ખાખ : આગ છઠ્ઠા દિવસે યથાવત

આગ હજુ પણ છઠ્ઠા દિવસે યથાવત રહેતા પસંદગી નાના મોટા પશુ પક્ષીઓ ઉપર સંકટ યથાવત રહેતા જીવ દયા પ્રેમીઓમાં તંત્ર પ્રત્યે રોષ ની લાગણી: જૈન સમાજ દ્વારા નવકાર  મંત્રના જાપ કરાશે વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલ હસ્તગીરીના ડુંગરોની હારમાળામાં લાગેલી આગ  છઠ્ઠા દિવસે પણ આ આગ યથાવત છે. હસ્તગીરીના ડુંગરાઓમાં લાગેલી […]

કોન બનેગા હજારોપતિ ? : રાળગોનની જ્ઞાનમંજરી સ્કૂલમાં કોન બનેગા 21000 પતિ સ્પર્ધા યોજાઈ

હરેશ જોષી, રાળગોન તળાજા તાલુકાના રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૫ સોમવાર દિવસે આજુબાજુના ૫૪ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે . સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી […]

પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોત સિહોર, મંગળવાર તા.૧-૪-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ રજત જયંતિ વર્ષ ઉજવણી પ્રારંભ કરાવતાં અધ્યક્ષ મહેન્દ્રભાઈ પનોતે જણાવ્યું કે, પ્રારંભના સંઘર્ષ સાથે શરૂ થયેલ ભાવનગર જિલ્લા દૂધ સંઘ પાસે આજે રૂપિયા ૩૦૦ કરોડની મિલકત છે. પશુપાલક […]

કાર્યકર્તાઓના ઘરની શુભેચ્છા મુલાકાતો લઈને પરિવાર ભાવ ઉજાગર કરતા ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ

ભાવનગર ભાવનગર શહેરના તમામ બુથોમાં લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહે પ્રત્યેક રવિવારે લોક દરબાર શરૂ કરાવ્યો છે. બીજી તરફ પક્ષના નાનકડા કાર્યકારોને ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે આગેવાનો શુભેચ્છા મુલાકત લેતા, એવી ભાજપની વર્ષો જૂની પરંપરા રહી છે. તેને પુનઃસ્થાપિત કરતા હોય એમ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ […]

સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના દ્વારા મેઘાણી ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો

હરેશ જોષી, ભાવનગર સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ […]

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 માં ગણેશ શાળા – ટીમાણાના 17 બાળકો પસંદગી પામ્યા

હરેશ જોષી, ટીમાણા 25 માર્ચ 2025 ના રોજ ધોરણ – 6માં પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા વર્ષ – 2025 નું પરિણામ જાહેર થયું છે ત્યારે આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણાના કુલ 17 બાળકો પસંદગી પામ્યા છે. જવાહર નવોદય વિદ્યાલયમાં 80 જેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે જેમાંથી 22 % જેટલા બાળકો ગણેશ […]

ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું કર્યું વિતરણ

પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં અને શાળામાં થયું પ્રેરક આયોજન ભાવનગર શનિવાર તા.૨૯-૩-૨૦૨૫ ઈશ્વરિયાનાં કાર્યકર્તાએ જન્મદિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણી કુંડાનું વિતરણ કર્યું છે. પત્રકાર શ્રી મૂકેશ પંડિત દ્વારા ગામમાં તથા શાળામાં પ્રેરક આયોજન થયું. સિહોર તાલુકાનાં ઈશ્વરિયામાં સરકારી માધ્યમિક શાળામાં પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા તેમનાં જન્મદિવસ નિમિત્તે વિધાર્થીઓને પક્ષીઓ માટે કુંડાનું […]

Back to Top