પોરબંદરમાં આર્ટ ગેલેરીના સ્થાપના દિન નિમિત્તે ત્રિદિવસીય ચિત્રકલા શિબિરનો પ્રારંભ
મુંબઈના કલાકાર અદ્વૈત નાદા વરેકર દ્વારા પોર્ટેઇટ પેઈન્ટિંગનું જીવંત નિદર્શન અને માર્ગદર્શન અપાયું ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર કલા નગરી તરીકે ઓળખાતા પોરબંદરમાં ચિત્રકલાના ક્ષેત્રે વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન અવિરત થતું રહે છે. આજે ૧૫મી મેના રોજ પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરીના ૧૦મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની…
