કષ્ટભંજન દેવને શીશ ઝુકાવતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને પરિવાર
સાળંગપુર, તા. ૦૫-૦૧-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા) સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મંદિરે રવિવારે દેશના પ્રથમ હરોળના ઉદ્યોગગૃહ રિલાયન્સના ચેરમેન મુકેશભાઈ અંબાણીએ ખાસ મુલાકાત લીધી હતી. મુકેશભાઈ અંબાણી સાથે આવેલા તેમના પુત્ર અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યું હતું. આ પછી તેમના દ્વારા મંદિરના વિકાસ માટે રૂપિયા 5 કરોડનું અનુદાન…
