Sunday July 27, 2025

ખંભાળિયામાં સોમવારે ઔદ્યોગિક ભરતીમેળો

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી તેમજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના સંયુક્ત ઉપક્રમે આગામી સોમવાર તારીખ 24 મીના રોજ સવારે 10:30 વાગ્યે ખંભાળિયામાં સ્ટેશન રોડ પર આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ પરિસરમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે નોકરીદાતા તથા રોજગાર ઈચ્છુક વચ્ચે સેતુરૂપ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે. […]

ખંભાળિયામાં જલારામ પુણ્યતિથિ નિમિત્તે આજે મહિલા સંસ્થાઓ દ્વારા રોટલાના અન્નકૂટના દર્શન કુંજન રાડિયા, જામ ખંભાળિયા,        સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ 23 મીના રોજ ખંભાળિયા લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત અહીંના જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારના રોટલાના અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું […]

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫           ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ […]

કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ

– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ –  કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે […]

સગીરાના અપહરણના કેસમાં રાજકોટના શખ્સને 7 વર્ષની કેદ ફટકારતી ખંભાળિયા સ્પેશિયલ પોકસો કોર્ટ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          રાજકોટ તાલુકાના સાપર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના રહીશ જયદીપ કાનાભાઈ ભેડા નામના શખ્સ દ્વારા થોડા સમય પૂર્વે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા વિસ્તારમાં રહેતી એક સગીરાને લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અને તેણીના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી મોટરકાર મારફતે અપહરણ કરીને […]

જામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા મંડળી સભાસદના પરિવારને રૂ. 5 લાખનો ચેક અપાયો

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫       જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ – લાલપુર શાખા હેઠળના રીંજપર સેવા સહકારી મંડળી લિમિટેડના સભાસદ પોલાભાઈ મૂળુભાઈ ભાદરકા નામના યુવાનનું તાજેતરમાં અકસ્માતે નિધન થતા અંગત અકસ્માત વીમા યોજના અંતર્ગત બેન્ક તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક લાલપુર તાલુકાના ડાયરેક્ટર અશોકભાઈ લાલના હસ્તે મૃતકના વારસદારને અર્પણ કરવામાં આવ્યો હતો.   […]

ખંભાળિયાના પ્લે હાઉસમાં સન્માન સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫      ખંભાળિયામાં આવેલા ફર્સ્ટ સ્ટેપ પ્લે હાઉસ ખાતે તાજેતરમાં નાના ભૂલકાઓ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રસ્ટી પંકજભાઈ તેમજ હેતલબેન ભટ્ટ દ્વારા ઉપસ્થિત વાલીઓના સ્નેહ મિલન અને બાળકોના સન્માન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બાળકોને મેડલ તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા […]

ખંભાળિયાના સિદ્ધપુર ગામે પવનચક્કી પરથી પટકાતા ભાટિયાના યુવાનનું મૃત્યુ

જામ ખંભાળિયા            ખંભાળિયાથી આશરે 25 કિલોમીટર દૂર આવેલા સિદ્ધપુર ગામના વાડી વિસ્તારમાં સુઝલોન કંપનીની પવનચક્કીનું સાફ-સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ કરવા માટે લિફ્ટ મારફતે પવનચક્કી ઉપર ગયેલા ભાટીયા ગામના રહીશ વિક્રમભાઈ રામશીભાઈ ગોજીયા નામના 24 વર્ષના યુવાન અકસ્માતે પવનચક્કી ઉપરથી જમીન પર પટકાઈ પડ્યા હતા. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. […]

ખંભાળિયામાં જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા માર્ગ સલામતી સમિતીની બેઠક ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે અહીંના જિલ્લા કલેક્ટર આર.એમ. તન્નાની અઘ્યક્ષતામાં યોજાઈ હતી.        આ બેઠકમાં માર્ગ સલામતી અંતર્ગત વિવિધ પરિબળોની ચર્ચા કરીને કરીને અકસ્માતો નિવારવા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં નિવાસી […]

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ 10 અને 12 ના 13,317 વિદ્યાર્થીઓ 16 કેન્દ્રોમાં પરીક્ષા આપશે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના […]

Back to Top