ખંભાળિયા પાલિકા એ ગ્રેડની, દ્વારકા બી ગ્રેડની બનશે જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગઈકાલે ગુરુવારે રજૂ કરેલા રાજ્યના અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાઓની અપગ્રેડ કરવાની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા અને દ્વારકા નગરપાલિકાને અપગ્રેડ કરવાની જાહેરાતના પગલે આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે. […]
Category: BHANVAD
ગુજરાતના વિકાસલક્ષી બજેટને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ
ગુજરાતના વિકાસલક્ષી બજેટને આવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અગ્રણીઓ જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગઈકાલે રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું અંદાજિત રૂપિયા 3.70 લાખ કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. ત્યારે રાજ્યના સમતોલ અને સર્વાંગી વિકાસ સાથેના આ બજેટને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આવકાર્યું છે. […]
ખંભાળિયામાં પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે રવિવારે ધર્મમય કાર્યક્રમોનું આયોજન
– ખંભાળિયાના લોહાણા મિત્ર મંડળ દ્વારા – સેવા સેતુ, નૂતન ધ્વજારોહણ, રક્તદાન કેમ્પ, સમૂહ પ્રસાદ સહિતના આયોજનો કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયા લોહાણા મિત્ર મંડળ દ્વારા રવિવાર તા. 23 ના રોજ અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં […]
કલ્યાણપુરમાં મામલતદાર દ્વારા ગાડામાર્ગમાં ગેરકાયદેસર દબાણ કરનાર વિરુધ્ધ મનાઇ હુકમ
જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામના જુના રે.સર્વે.નં. 123 તથા નવા 43 વાળી ખેતીની જમીનમાં આવવા-જવા માટેનો ગાડામાર્ગ ખીરસરા ગામમાંથી થઈને ઉતર દીશા તરફે ફુલકુ નદી ઉપર પુર્વ-પશ્ચીમ આવેલ બેઠા પુલની દક્ષિણ દીશા તરફ આવેલી સરકારી ખરાબામાંથી થઇને આ ખેતીની જમીનના પશ્ચીમ સેઢા ઉપરથી થઈને આ ખેતીની જમીનમાં અવર-જવર […]
પુરાતત્ત્વવિદો દ્વારા દ્વારકાના દરિયાની અંદર સંશોધન કાર્ય શરૂ કરાયું
– સમુદ્રમાં ગરકાવ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા પ્રયાસો – કુંજન રાડિયા, ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ આર્કોલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયાના પાંચ પુરાતત્ત્વવિદોની એક ટીમ દ્વારા યાત્રાધામ દ્વારકા નજીકના સમુદ્ર કિનારે પાણીની અંદર સંશોધન કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભારતીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા જણાવ્યાનુસાર ભારતના સમુદ્રમાં ગરકાવ થયેલ સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત કરવા મહત્ત્વના મિશનના ભાગરૂપે […]
ભરાણામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: આરોપી ઝડપાયો
– મુદ્દામાલ કબજે: અન્ય એકની શોધખોળ – જામ ખંભાળિયા, તા. ૨૦-૦૨-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે ગત તારીખ 8 ના રોજ એક આસામી લગ્ન પ્રસંગે ગયા હતા. ત્યારે ત્રણેય કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરમાં પ્રવેશી અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થયાનો બનાવ વાડીનાર મરીન પોલીસ મથકમાં નોંધાયો હતો. આ પ્રકરણ સંદર્ભે […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 20 ફેબ્રુઆરીથી બિનચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવ
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવાર તા. 20 થી 31 માર્ચ સુધી બિન ચેપી રોગોની તપાસ માટેની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવમાં 30 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થાઓમાં બિન ચેપી રોગો જેવા કે ડાયાબીટીસ,બ્લક પ્રેશર, મોઢાના કેન્સર, મહિલાઓ […]
ખંભાળિયાના કરમુર પરિવારના આંગણે લગ્નનો રૂડો અવસર :: ચિ. જયવી * ચિ. દિવ્યેશ :: :: ચિ. જયદિપ * ચિ. આરવી ::
જામ ખંભાળિયા ખંભાળિયાના આહિર અગ્રણી અને ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી કાનાભાઈ હેભાભાઈ કરમુર (મુરલીધર એસ્ટેટ એન્ડ બિલ્ડર) તથા અ.સૌ. મોતીબેન કાનાભાઈ કરમુરની સુપુત્રી ચિ. જયવીના શુભ લગ્ન ખંભાળિયાના અ.સૌ. જશુબેન તથા શ્રી સાજણભાઈ મસરીભાઈ બેલાના પુત્ર ચિ. દિવ્યેશ સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે. અ.સૌ. મોતીબેન તથા શ્રી […]
ખંભાળિયામાં સુફી સંત પૂજ્ય શંકર ડાડાની પુણ્યતિથિની થશે ભાવભરી ઉજવણી
– મંગળવારે રક્તદાન કેમ્પ, ભજન સંતવાણી સહિતના કાર્યક્રમો – જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ જાણીતા સૂફી સંત પૂજ્ય શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેકવિધ ધર્મમય કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત આગામી મંગળવાર તારીખ 25 મી ના રોજ અત્રે […]
સલાયામાં આપનું ઝાડું ફરી વળ્યું: પ્રથમ વખત મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામની નગરપાલિકાની તાજેતરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 13 ઉમેદવારો વિજેતા બન્યા છે. ત્યારે ભાજપનું અને એ.આઈ.એમ.આઈ.એમ.નું પણ ખાતું પણ ખૂલ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સલાયાના વોર્ડ નંબર એકને ભાજપનો ગઢ ગણાય છે. ત્યાં હિન્દુ વિસ્તાર વધારે છે […]
