Headlines

ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

જામ ખંભાળિયા        નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75 નોટિકલ માઈલ દૂર અંબે ભવાની નામની બોટમાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.         આ અંગેની જાણ કિરીટકુમાર જીતેન્દ્રભાઈ ટંડેલે…

Read More

ભરાણા ગામે લગ્ન પ્રસંગમાં ગયેલા આસામીના રહેણાંક મકાનમાં ઘરફોડી

જામ ખંભાળિયા        ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા ભરાણા ગામે રહેતા આબેદિનભાઈ નજીરભાઈ પીરજાદા નામના 31 વર્ષના યુવાન ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે લગ્ન પ્રસંગે તેમના મકાનને બંધ કરી અને ગયા હતા. ત્યારે આશરે ત્રણેક કલાકના સમયગાળામાં કોઈ તસ્કરોએ તેમના ઘરના દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ કર્યો હતો.       અહીં…

Read More

ભાણવડમાં વૃદ્ધ ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા       ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે રહેતા ગોરધનભાઈ માંડાભાઈ નકુમ નામના 75 વર્ષના સતવારા વૃદ્ધ પર જામનગર ખાતે રહેતા નવનીતભાઈ ગોરધનભાઈ નકુમ, મનીષાબેન નવનીતભાઈ નકુમ અને ગૌતમ નવનીતભાઈ નકુમ તથા દર્શિક લખમણભાઈ સોનગરા નામના ચાર શખ્સોએ લોખંડના પાઈપ તથા લાકડીઓ વડે હુમલો કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ…

Read More

મીઠાપુરમાં બે સ્થળોએ જુગાર દરોડામાં પાંચ મહિલાઓ સહિત સાત ઝડપાયા

જામ ખંભાળિયા        મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક તળાવ પાસે બેસીને તીનપત્તી નામનો જુગાર રમી રહેલા મંગુબેન નાગસીભાઈ ચમડિયા, સુધાબેન બાલુભાઈ ચૌહાણ, વાલબાઈ રામભા માણેક, રાજુબેન સુમલાભા હાથલ અને દિપાલીબેન મસરીભાઈ મકવાણાને પોલીસે ઝડપી લઇ રૂ. 3, 070 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.       અન્ય એક દરોડામાં પોલીસે સુરજકરાડી ગોડાઉન…

Read More

ખંભાળિયામાં વેરાની ભરપાઈ કરતા આસામીઓને નગરપાલિકા આપશે ડસ્ટબીન

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા નગરપાલિકાની તાબા વિસ્તારના મિલકતધારકોને નગરપાલિકાના ચૂકવવા થતાં કરવેરામાં વેરા વસુલાતની ઝુંબેશના ભાગરૂપે જે મિલકતધારક દ્વારા પોતાની માલિકીની મિલકતનો વર્ષ 2024-25 નો કરવેરો ભરપાઈ કરી આપે, તે તમામ કરદાતાઓને નગરપાલિકા કચેરી દ્વારા ડસ્ટબીન (કચરાપેટી) ભેટ સ્વરૂપે આપવામાં આવશે.         આથી શહેરી વિસ્તારના…

Read More

દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા

– રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર – – પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો –  – દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫      દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના…

Read More

જન્મદિન શુભેચ્છા: ખંભાળિયાના સેવાભાવી કાર્યકર જયસુખ સોનૈયાના સુપુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૨-૨૦૨૫        ખંભાળિયાના જાણીતા વેપારી અગ્રણી અને સેવાભાવી કાર્યકર જયસુખભાઈ સોનૈયા (પીંડારા વાળા ) તેમજ હિના સોનૈયાના પુત્ર ડો. સ્નેહ સોનૈયાનો આજે જન્મદિવસ છે.       સ્નેહ સોનૈયા કે જેઓ પ્રથમ ધોરણથી કોલેજ કાળ સુધી અભ્યાસમાં અવ્વલ જ રહ્યા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે તેમણે MBBS તથા MD ની ડિગ્રી…

Read More

દ્વારકામાં વ્રજ હોસ્પિટલના ઉપક્રમે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ યોજાયો

– ડો. સાગર કાનાણી દ્વારા મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર સાથે દવાઓ અપાઈ – જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫         દ્વારકામાં નિયમિત રીતે વિના મૂલ્યે નિદાન સાથે વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ કરતા જાણીતા તબીબ ડો. સાગર કાનાણી દ્વારા પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે વિશિષ્ટ રીતે કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ…

Read More

દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ફાયરીંગ રેન્જમાં અવર-જવર પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫         દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી ખાતે ફેબ્રુઆરી માસ દરમિયાન ફાયરીંગ પ્રેક્ટીસ યોજાનાર હોવાથી અહીંના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાને પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.       જાહેર જનતાની સલામતી માટે દ્વારકા તાલુકાના કુરંગા તથા ઓખા મઢી સ્થિત…

Read More

ખંભાળિયાની વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમન અંગે માહિતગાર કરાયા

– જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો –  જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૨૦૨૫       ખંભાળિયામાં રાષ્ટ્રીય વ્યાપી માર્ગ સલામતી અભિયાન “પરવાહ” (CARE) કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા આજરોજ અહીંની હર્ષદપુર વિસ્તારમાં આવેલી વિજય હાઇસ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ બાબતે માહિતગાર કરેલ તથા ટ્રાફિક નિયમો તેમજ રોડ ક્રોસ કરવા અંગે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવ્યું…

Read More