જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના લુહાર શાળ વિસ્તારમાં રહેતા […]
Category: CRIME
ખંભાળિયા નજીક 16 સ્ટંટબાજોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ. વી.એમ સોલંકી તેમજ તેમની ટીમ દ્વારા ગતરાત્રે વાહન સંદર્ભે ખાસ પેટ્રોલિંગ […]
ખંભાળિયામાં મહિલા વીજ કર્મચારીની ફરજમાં રૂકાવટ સબબ ફરિયાદ
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા અને અહીંની પીજીવીસીએલ કચેરીમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કાજલબેન મગનભાઈ પરમાર નામના 26 વર્ષના મહિલા કર્મચારી શનિવારે ધર્મેન્દ્રસિંહ બચુભા જાડેજા નામના એક આસામીના ઘરના બાકી લાઈટ બિલના રૂ. 6280 તથા તેના ભાઈ ખોડુભા બચુભા જાડેજાની વાડીનું લાઈટ બિલ રૂ. 3,954 બાકી હતું. […]
ક્યા વો શરીફ થા? : ઓખાના ભરણપોષણના ગુનામાં શરીફ ઝીબ્રાઇલ ધોરી યુપીથી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ ઓખા વિસ્તારમાં સ્થાનિક અદાલતમાં ગત વર્ષે આરોપી શરીફ ઝીબ્રાઇલ ધોરી નામના પ્રતાપગઢ જિલ્લાના ઉત્તર પ્રદેશ રાજ્યના શખ્સ સામે ફેમિલી કોર્ટ દ્વારા ભરણપોષણના હુકમનું પાલન નહીં કરી અને ભોગ બનનારને ભરણપોષણની રકમ ચૂકવવામાં ન આવતા જેલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જેને અનુલક્ષીને ઓખા […]
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 8 માર્ચના રોજ લોક અદાલત
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની […]
દ્વારકાના બિચ્છુ ગેંગના વધુ એક આરોપીના જામીન રદ : આરોપી રાજકોટ જેલ હવાલે
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ ઓખા મંડળમાં સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાન કરી અને ત્રાસ ફેલાવતી બિચ્છુ ગેંગના આશરે દોઢ ડઝન જેટલા આરોપીઓ સામે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આરોપીઓ સામે ગુજસીટોક સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી […]
નંદાણા ગામેથી દસ વર્ષ પૂર્વેના બોકસાઈટની ચોરીના કેસમાં બે આરોપીઓને ત્રણ વર્ષની સજા ફટકારાઈ
– રૂ. 20 હજારનો દંડ ફટકારતી ખંભાળિયાની એડિશનલ સેશન્સ અદાલત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા અને ભોગાત ગામ વચ્ચે ડમ્પરમાં બોકસાઈટ ભરીને નીકળતા આ અંગે […]
ખંભાળિયાની લેબોરેટરીમાંથી રોકડની ચોરી
જામ ખંભાળિયા ખંભાળિયા માં નવાપરા શેરી નં. 2 ખાતે આવેલી શ્રેય લેબોરેટરીના ટેબલના ખાનામાંથી કોઈ તસ્કરો રૂપિયા 17,000 ની રોકડ રકમ ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ રાહુલભાઈ નરેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ. 45, રહે. ગાયત્રીનગર) દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ઓખામાં પરપ્રાંતિય માછીમાર યુવાનનો આપઘાત
ઓખા મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાના તલાસરી તાલુકામાં રહેતા સંતોષભાઈ જેઠુભાઈ દદોડા નામના 45 વર્ષના મરાઠી માછીમાર યુવાને ઓખામાં જીલાની ફૂડ નામના દંગાના રૂમમાં આવેલા પંખાના હુકમાં બ્લેન્કેટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ સંદીપભાઈ દેવુભાઈ ફરલે ઓખા મરીન પોલીસને કરી છે.
કલ્યાણપુર પંથકમાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં આરોપીને ત્રણ વર્ષની સખત કેદ તથા દંડ
– જિલ્લામાં દરિયાઈ રેતી ચોરી પ્રકરણમાં સૌપ્રથમ વખત સજાનો હુકમ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧- ૦૨- ૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર મોહમ્મદ સોહેલ ઝાકીરહુસેન મેમણ તથા તેમની ટીમ દ્વારા ગત તારીખ 8 માર્ચ 2020 ના રોજ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેમત રામદે […]
