જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા […]
Category: CRIME
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા સ્થળોએ પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– 22 વીજ જોડાણો દૂર કરાયા: 14 લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ પોલીસ […]
સલાયા, ઓખા વિસ્તારમાં પોલીસની સધન કાર્યવાહી: વાહનો ડીટેઇન
– દસ વીજ જોડાણો દૂર કરાયા: સવા આઠ લાખના દંડ ફટકારાયા – જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી અસામાજિક તત્વો પર તવાઈ કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને બુટલેગરો તેમજ વિવિધ પ્રકારે ન્યુસન્સ ફેલાવતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે છે. આ […]
ભાણવડમાં યુવાનની હત્યાના પ્રયાસ કરનારા શખ્સને દબોચી લેવાયો
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો થયાનો બનાવ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આરોપી એવા મોટા કાલાવડ ગામના રહીશ હાર્દિક વેજાણંદભાઈ કનારા નામના […]
બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે
કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો. […]
બેટ દ્વારકામાં રીક્ષા ચાલકની બેદરકારીથી અકસ્માત: ખેડાના ઘોઘાવાડાના શ્રદ્ધાળુ મહિલાનું અપમૃત્યુ
કુંજન રાડિયા, બેટ દ્વારકા ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ઘોઘાવાડા ગામના રહીશ ચંદ્રિકાબેન ભગુભાઈ ઈશ્વરભાઈ પટેલ નામના 65 વર્ષના મહિલા તાજેતરમાં દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. તે દરમિયાન ગત તારીખ 8 માર્ચના રોજ તેઓ બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા હનુમાન દાંડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે માર્ગમાં જી.જે. 37 […]
મીઠાપુરના સોની પ્રૌઢ પાસેથી તોતિંગ વ્યાજ વસૂલી, ધમકી આપતા બે શખ્સો સામે ફરિયાદ
કુંજન રાડિયા, મીઠાપુર ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે […]
પુત્ર સાથે થયેલી બોલાચાલીનો ખાર રાખી, પિતા પર હુમલો: નગડીયા ગામનો બનાવ
કુંજન રાડિયા, કલ્યાણપુર કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામે રહેતા હરભમભાઈ નાથાભાઈ અમર નામના 55 વર્ષના મેર આધેડ પર ડાંગરવડ ગામના સામત ખીમાભાઈ અમર અને રૂપીબેન ભીમાભાઈ અમર નામના બે વ્યક્તિઓ દ્વારા બિભત્સ ગાળો કાઢી, કુહાડા તેમજ લાકડી વડે હુમલો કરીને પણ માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. […]
શિવરાજપુર નજીક કન્ટેનરમાં ચોરી: તોડફોડ કરીને વ્યાપક નુકસાની સબબ ફરિયાદ
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકા નજીક આવેલા જાણીતા શિવરાજપુર બીચના છેલ્લા પાર્કિંગની પાછળના ભાગમાં રાખવામાં આવેલા કન્ટેનરોમાંથી કોઈ તસ્કરો ગત તારીખ 14 માર્ચથી 22 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન રૂપિયા 35,000 ની કિંમતના જેગુઆર કંપનીના 10 નળ તેમજ રૂપિયા 60 હજારની કિંમતના કુલ છ ઇન્ડિયન ટોયલેટ કમ્બોર્ડની ચોરી કરીને લઈ ગયા હોવાની ધોરણસર […]
દ્વારકા નજીક ખાનગી કંપનીના યલો ઝોનમાં ડ્રોન ઉડાવતા શખ્સ સામે ફરિયાદ
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકાથી આશરે 31 કિલોમીટર દૂર આવેલી આરએસપીએલ લિમિટેડ (ઘડી કંપની)માં યલ્લો ઝોન વિસ્તારમાં કોઈ શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિના સમયે ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાનું કંપનીના સિક્યુરિટી કર્મચારીને ધ્યાન આવ્યું હતું. આથી ઝારખંડ રાજ્યના જમશેદપુરના મૂળ વતની અને હાલ આરએસપીએલ કંપનીમાં […]
