Sunday July 27, 2025

સ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી, ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ધર્મિષ્ઠા ત્રિવેદીએ મેળવી Ph.Dની પદવી

મૂકેશ પંડિત, ભાવનગર, તા. ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫ નારી એટલે મમતા અને ક્ષમતાનો સુભગ સમન્વય શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદીએ મેળવી Ph.D ની પદવી. પાલિતાણા, ભાવનગરસ્વામી વિવેકાનંદ ગ્રુપ ઓફ કોલેજીસ અને અંકુર વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી, ભાવનગર જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા અને અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી એ મેળવી Ph.Dની […]

મંડેરની પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા 13 વર્ષની છાત્રા ઉપર બળાત્કાર કેસમાં માત્ર 9 દિવસમાં ચાર્જશીટ

શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવા બાબતે POCSO તથા બીએનએસ અંતર્ગત નોંધાયેલ ગુનાની ફટાફટ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરતી પોરબંદર જિલ્લા પોલીસ પોરબંદરપોરબંદર જિલ્લાના માધવપુર પંથકના મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વિપુલ ગોહેલ દ્વારા 13 વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કાર કાંડમાં પોરબંદર પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તત્કાલ એક્શન લઈ આરોપીની ધરપકડ કરી માત્ર નવ દિવસમાં […]

પોરબંદરમાં આરટીઓ, પોલીસ અને જેસીઆઈ દ્વારા માર્ગ સલામતી ઉજવણી

હેલ્થ ચેકઅપ, ફાયર સેફટી અને CPR તાલીમનું આયોજન: વાહન ચાલકોએ મોટી સંખ્યામાં સેવાનો લાભ લીધો પોરબંદરસમગ્ર દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પોરબંદર પોલીસ, ટ્રાફિક શાખા એઆરટીઓ પોરબંદર અને જેસીઆઈ પોરબંદર દ્વારા પણ પોરબંદર જિલ્લામાં જુદાજુદા કાર્યક્રમોના માધ્યમથી રોડ સેફટી માસની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ, […]

ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

હરેશ જોષી, ટીમાણા પહેલી ફેબ્રુઆરી 2025 ના રોજ ભાવનગર ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની કોસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકો અગ્રેસર રહ્યા હતા. જેમાં અન્ડર 14 ભાઈઓમાં ચાવડા આશિષ આણંદભાઈ (સખવદર), નાદવા કાર્તિક હર્ષદભાઈ (રોયલ)એ પોતાના વજન ગ્રુપમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યા હતા. આ ઉપરાંત અંડર 14 ભાઈઓમાં જ બે બાળકોએ બીજો […]

ભાણવડમાં સમણ શ્રી શ્રુતપ્રજ્ઞજીના સહયોગથી વિદ્યાર્થીનીઓ માટે દિવ્ય ગુરુકુલમનું ભવ્ય નિર્માણ

– મોટી સંખ્યામાં બાળાઓ વિના મૂલ્યે કરી શકે છે અભ્યાસ કુંજન રાડિયા, ભાણવડ તા. ૦૬-૦૨-૨૦૨૫        શિક્ષણ જગત માટે ભાણવડમાં ઐતિહાસિક નોંધ લેવા જેવી શિક્ષણ સંસ્થા એટલે ભાણવડની પુરુષાર્થ વિદ્યાનિકેતન અને ઘુમલી ગામની તપોવન વિશ્વવિદ્યાલય. તેમાં પણ સમણજી (શ્રુતપ્રજ્ઞજી) ગુરુકુલમ કે જેમાં સર્વે જ્ઞાતિની 250 દીકરીઓ વિનામૂલ્યે છાત્રાલયમાં રહી અભ્યાસ કરી શકે છે. […]

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆતો કરાઈ: ગંભીર પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫      ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને રૂબરૂ મળીને તેઓના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી.         રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ […]

મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે

અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ […]

પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે

આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]

ખડસલિયામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં યોજાયેલ માતૃશક્તિ સંવાદ મિલન

હરેશ જોષી, ખડસલિયા સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખડસલિયામાં ધોરણ 12 અને 10 ના વિદ્યાર્થીઓના પરિણામ સુધારણા માટે આચાર્ય વંદનાબેન ગોસ્વામીએ વિચાર્યું કે વાલી મીટીંગ તો બધા કરે છે ,પણ આપણે આ વખતે અનોખી વાલી મિટીંગ કરવી છે જેમાં વાલીમાં વિદ્યાર્થીઓના માતા જ મિટિંગમાં ફરજિયાત હાજર રહે કારણ કે ગુજરાતીમાં કહ્યું છે તેમ એક […]

નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં સૌથી વધુ 17 મેડલ મેળવતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો: શાળાના આચાર્ય બી. એ.વાળાએ પણ 3 મેડલ મેળવ્યા

હરેશ જોષી, પાલીતાણાપાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ શેત્રુંજી નદીમાં પ્રેક્ટિસ કરીને જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ,ભાવનગર ખાતે બે દિવસ સુધી યોજાયેલ જિલ્લા કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ નવ ગોલ્ડ મેડલ અને પાંચ સિલ્વર મેડલ તથા ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. […]

Back to Top