Headlines

​દિલ્હીવાસીઓને ગરમીથી રાહત: તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો

​ધ ગ્રેટ વર્લ્ડ, નવી દિલ્હી​ ભીષણ ગરમી અને લૂ (Heatwave) નો સામનો કરી રહેલા દિલ્હીવાસીઓ માટે આજની સવાર સુખદ રહી હતી. વહેલી સવારથી જ આકાશમાં કાળા વાદળો છવાયા હતા અને હળવા પવન સાથે ઝાપટાં પડતા તાપમાનમાં અચાનક 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો. સફદરજંગ હવામાન કેન્દ્રના જણાવ્યા મુજબ, મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે, જે…

Read More

​IPL 2026: સુનિલ નરેનનો રેકોર્ડ, 200 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ખેલાડી

​ધ ગ્રેટ વર્લ્ડ, મુંબઈ​ IPL 2026 ની રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના સ્પિનર સુનિલ નરેને ઇતિહાસ રચી દીધો છે. મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવની વિકેટ લેતાની સાથે જ નરેને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરી છે. તે આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો પ્રથમ વિદેશી બોલર અને એકંદરે ત્રીજો બોલર બન્યો છે. વાંખેડે સ્ટેડિયમમાં હાજર…

Read More

​અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં માવઠું અને વીજળીના કડાકાની શક્યતા

​ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ ​ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતો અને રાજ્યના નાગરિકો માટે ચિંતાજનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 5 થી 8 મે દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં ધૂળની ડમરીઓ ઉડવાની અને…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ માટે ખંભાળિયામાં ભાજપની સેન્સ પ્રક ્રિયાનો પ્રારંભ

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૫-૨૦૨૬ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારો પૈકી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તથા દંડકના હોદ્દા માટે સેન્સ પ્રક્રિયાનો આજે સવારથી પ્રારંભ થયો છે. ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "દ્વારકેશ કમલમ" ખાતે નિરીક્ષકો મહેસાણાના સાંસદ હરિભાઈ એન. પટેલ, ગાંધીનગરના શહેર પ્રમુખ આશિષભાઈ દવે અને પ્રદેશ કારોબારી સદસ્ય…

Read More

દેવળીયા ધાર ખાતેના ગુરુ દત્તાત્રેય આશ્રમ દ્વારા દસ હજાર શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

જૂનાગઢ થાણાપતિ મહંત પૂ લહેરગીરીબાપુ દ્વારા શાળાના બાળકોને ખુશ કરવા આવ્યા હરેશ જોષી, કુઢેલી તળાજા પાલીતાણા માર્ગ પર દેવળીયા ધાર ખાતે આવેલા શ્રી ગુરુ દત્તાત્રેય આશ્રમ તેમજ ગૌધામ કોટિયાના સંત જુનાગઢ થાણાપતી મહંતશ્રી લહેરગીરીબાપુ ગુરુશ્રી મોહનગીરીબાપુ દ્વારા 10000 ઉપરાંત શૈક્ષણિક કીટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.આજુબાજુના ગામોની શાળાના બાળકોને આ શૈક્ષણિક કીટ વિતરણનો લાભ મળ્યો…

Read More

પોરબંદર જિલ્લાના નિવૃત સહાયક વન સંરક્ષકની પ્રકૃતિ અને જીવસૃષ્ટિના સંરક્ષણ માટે ‘ઝેરમુક્ત’ જંગ!

ઘ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સામાન્ય રીતે નિવૃત્તિ પછી લોકો આરામનું જીવન પસંદ કરતા હોય છે, પરંતુ પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના પીપળીયા ગામના ગિરીશભાઈ ગોઢાણિયા માટે નિવૃત્તિ એ એક નવા ‘મિશન’ની શરૂઆત હતી. વર્ષો સુધી વન વિભાગમાં ફરજ બજાવતા ગિરીશભાઈએ જંગલના રાજા સિંહથી લઈને આકાશમાં ઉડતા પક્ષીઓને રાસાયણિક પ્રદૂષણને કારણે તરફડીને મૃત્યુ પામતા જોયા હતા. એ…

Read More

સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે : સીતારામબાપુ

તળાજાના ઘાટરવાળા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુપેરે સંપન્ન થયો હરેશ જોશી, કુંઢેલી તા.29તળાજા તાલુકાના ઘાટરવાળા ગામે શ્રી ઘાટેશ્વર મહાદેવ તેમજ રામદેવપીર દેવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે સમાપન થયું.આ ધર્મ અવસરે ઉપસ્થિત પૂ. સીતારામબાપુએ જણાવ્યું હતું કે, સત્કાર્યમાં શ્રદ્ધા અને સમજણ સાથે વપરાયેલી સંપત્તિ સાચી લક્ષ્મી છે. સંતના દર્શનથી શ્રાપ અને તાપનો વિનાશ થાય છે….

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના ઝળહળતા વિજયને વધાવવા ખંભાળિયામાં ભવ્ય વિજયસભા યોજા ઈ)

– ધારાસભ્યો, આગેવાનોની ખાસ ઉપસ્થિતિ – – મોટી સંખ્યામાં નગરજનો જોડાયા – જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૬ સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં યોજાઈ ગયેલી સામાન્ય ચૂંટણી બાદ ગઈકાલે મંગળવારે આ ચૂંટણીઓના મતદાનના અંતે ભારતીય જનતા પાર્ટીએ આ સંસ્થાઓમાં નોંધપાત્ર બેઠકો સાથે નવો કીર્તિમાન સ્થાપ્યો છે. ભાજપના આ ભવ્ય વિજયને આવકારવા માટે ગઈકાલે મંગળવારે સાંજે…

Read More

ખંભાળિયા નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી સાથે પુનઃ ભાજપનો ભવ્ય વિજય: 5 બેઠકમાં આપ અને એક અપક્ ષ પણ વિજેતા: કોંગ્રેસનું ખાતું પણ ન ખુલ્યું –

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૪-૨૦૨૬ ખંભાળિયા નગરપાલિકાની રવિવારે યોજાઈ ગયેલી ચૂંટણીના આજરોજ મત ગણતરીના દિવસે પુનઃ ભાજપને સ્પષ્ટ બહુમતી સાંપળી છે. જ્યારે નોંધપાત્ર સંખ્યામાં ભાજપે 30 બેઠક મેળવી, આમ આદમી પાર્ટીના 5 ઉમેદવારો તેમજ એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બન્યા છે. આ વચ્ચે કોંગ્રેસના એક પણ ઉમેદવાર વિજેતા બન્યા ન હતા. ખંભાળિયા નગરપાલિકાના કુલ નવ વોર્ડના…

Read More

પોરબંદરની ગોઢાણિયા મહિલા કોલેજનું બી.એસસી. હોમ સાયન્સમાં ૧૦૦ ટકા પરિણામ: કોલેજની વિદ્યાર્થીનીઓએ મેળવી ઝળહળતી સિદ્ધિ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી.એસસી. હોમ સાયન્સ સેમેસ્ટર ૬નું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં પોરબંદરની ડો. વિરમભાઈ રાજભાઈ ગોઢાણિયા મહિલા કોલેજનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. કોલેજની વિદ્યાર્થીનીઓમાં પ્રથમ ક્રમે સોલંકી નિશાએ ૮૨.૭૨ ટકા, બીજા ક્રમે મોઢવાડિયા દિશાએ ૭૬.૩૬ ટકા અને તૃતીય ક્રમે વાંદરિયા મહેકે…

Read More