કિશોર ચિમનાણી, સિહોર રાજરાજેશ્ર્વરી હાજરાહજૂર તરશીગડાના ડૂગર ઉપર બીરાજમાન “આઈ શ્રી તરશીગડા વાળા ખોડીયાર માતાજી”ના જ્ન્મ દિવસની માતાજીના સેવકો દ્નારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલ મહાઆરતી સમયે માતાજી ના દશૅન કરી ભાવિકો એ ધન્યતા અનુભવેલ.
Category: RELIGION
‘વી કેર’ : રિલાયન્સ દ્વારા યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ
વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે: અનંત મૂકેશ અંબાણીપ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ […]
ભાણવડમાં વૃદ્ધ અને નધણીયાતા બળદનું આશ્રય સ્થાન એટલે શિવ નંદી આશ્રમ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે એનિમલ લવર્સ ગ્રુપના કાર્યકરો દ્વારા સમયાંતરે વિવિધ માનવતાવાદી સેવા કાર્યો કરવામાં આવે છે. તેમના દ્વારા આ વિસ્તારમાંથી નીકળતા ઝેરી તથા બિનઝેરી સાપથી માંડીને અજગર, મગર જેવા પ્રાણીને કોઈપણ સ્થળેથી વિનામૂલ્યે રેસ્ક્યુ કરવામાં આવે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં કોઈ […]
મોરારીબાપુ દ્વારા તા.12 ના રોજ સેંજલધામ ખાતે ધ્યાનસ્વામી બાપા એવોર્ડ અર્પણ કરવામાં આવશે
અમરેલીના ફતેપુરની ભોજલરામ બાપાની જગ્યાને એવોર્ડ અર્પણ કરી વંદના કરવાનો ઉપક્રમ હરેશ જોશી, કુંઢેલીતા.5, બુધવાર સેંજલધામ ખાતે આગામી તા.12 ફેબ્રુઆરી, 2025 ને બુધવારના રોજ (માઘપૂર્ણિમા) સૌરાષ્ટ્ર ગુજરાતની દેહાણ જગ્યાઓને એનાયત થતો ધ્યાનસ્વામી બાપા એવોર્ડ-17 પૂ. શ્રી. ભોજલરામ બાપાની જગ્યા ભોજલધામ (ફતેપુર)ને, તા.જી અમરેલીને અર્પણ થશે. આ જગ્યાના વર્તમાન મહંત શ્રી પૂ.ભક્તિરામબાપુ એવોર્ડ સ્વીકારશે. પૂ. મોરારીબાપુ […]
પહેલી ધારની વાત: હે કહેવાતા લોકસાહિત્યકારો ! મુજરા ન કરો ! નાચવા-ગાવા વાળીઓ પણ તમારા કરતાં પવિત્ર હોય છે
આમાં બીજી કોઈ મહાનતા નથી. આ તો રાજકારણ અને સાયકોલોજીનો વિષય છે. એવા ખરખરાના બહાને સમાધાન થઈ જાય. બાકી બેય એકબીજાથી ડરતા જ હોય. આવા પ્રસંગમાં ખાનદાની દાખવે તો સમાજમાં એકબીજાનું માન રહી જાય. બાકી એ ખાનદાની ખાલી રાજાઓમાં કે બહારવટિયાઓમાં જ નથી સાવ સામાન્ય જનતામાં પણ છે. આજે તમે આવા તમારા કોઈપણ દુશ્મનના આવા […]
દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫ દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી. આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે […]
ખંભાળિયામાં વિશ્વકર્મા જયંતીની તા. 10 ના રોજ થશે ભવ્ય ઉજવણી: આરતી, પાટોત્સવ, ધ્વજારોહણ, સન્માન સહિતના કાર્યક્રમો
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, ખંભાળિયામાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તા. 10 ના રોજ સૃષ્ટિના સર્જનહાર એવા શ્રી વિશ્વકર્મા પ્રભુના પ્રાગટ્ય દિવસ શ્રી વિશ્વકર્મા જયંતી ખુબ ધામધુમથી ઉજવવાની તડામાર તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં મંગળા આરતી, પાટોત્સવ હવન, ધ્વજારોહણ, દાતાઓનું સન્માન, સમુહ મહાપ્રસાદ, વિદ્યાર્થી સન્માન, સંધ્યા મહા આરતી, સંધ્યા સમુહ ભોજન તથા […]
પદ્મશ્રી દુલાભાઈ ભાયાભાઈ કાગ ની જન્મ ભૂમિ માં – કાગચોથની ઉજવણી થશે
પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં તા. ૦૩.૦૩.૨૦૨૫ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ) (હરેશ જોશી-કૂંઢેલી)તા.4/2/2025, મંગળવાર પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર) ખાતે કાગબાપુની પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “, કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના […]
ભાવનગર ખાતે રક્તપિત કોલોનીમાં ધાબળા વિતરણ કરતા રામકૃષ્ણ શાસ્ત્રી
હરેશ જોષી, ભાવનગર ભાવનગરના રૂવાપરી રોડ પર આવેલ મહાત્મા ગાંધી કોલોની ખાતે લોકસાધુ પૂ. રામકૃષ્ણ શાસ્ત્રી કૂંઢેલીવાળા હસ્તે પીડિતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.આછવણી સ્થિત ઓમકારેશ્વર મહાદેવના ધર્માચાર્ય પૂ.પ્રભુદાદા દ્વારા દાન આપવામાં આવ્યું હતું.આ સેવા કાર્યમાં પાર્થભાઈ જોશી, કાર્યકર રમેશભાઈ સોની વગેરે સાથે રહ્યા હતા.
કૃષ્ણનગરીમાં જગત મંદિરના શિખર ઉપર ફરી એકવાર ડ્રોન કેમેરો ઉડ્યો: આરોપીની અટકાયત
– મંજૂરી વગર ડ્રોન ચલાવતા મુંબઈનો શખ્સ ઝડપાયો – – અનેક જાહેરાતો બાદ પણ ડ્રોનના કિસ્સા યથાવત – જામ ખંભાળિયા, તા. ૦૪-૦૨-૨૦૨૫ ભારતના પશ્ચિમ વિસ્તારમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના જગત મંદિર તથા વિસ્તાર સંવેદનશીલ હોવાથી, દ્વારકાનું જગત મંદિર દુશ્મન દેશોની નજરમાં રહ્યું છે. જેના કારણે દ્વારકા જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત […]
