હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો
જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬ યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…
