Tuesday July 29, 2025

પૈસાની લેતી દેતી બાબતે ભાણવડના યુવાન પર છરી વડે હુમલો

ભાણવડ        ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન ઋષિ કોમ્પલેક્ષમાં આવેલી જોકર પાનની દુકાન પાસે હતા અને અન્ય એક યુવાન સાથે પૈસાની લેતી દેતી અંગેની વાતચીત કરી રહ્યા હતા. ત્યારે અહીં મોટા કાલાવડ ગામનો હાર્દિક વેજાભાઈ કનારા નામનો આહીર યુવાન તેમની પાસે આવ્યો હતો અને પૈસાની વ્યવહારિક લેતી […]

બજાણાની તરુણીનું ઝેરી દવાની અસરથી મૃત્યુ

       ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતી ભાવિશાબેન રમેશભાઈ અપારનાથી નામની 16 વર્ષની બાવાજી તરુણીને ગત તારીખ 11 માર્ચના રોજ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી જંતુનાશક દવાના છંટકાવ તેણીને મોઢામાં દવા ઉડતા ઝેરી દવાની વિપરીત અસર વચ્ચે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા […]

જન્મદિન શુભેચ્છા : દેવભૂમિ દ્વારકાના જાણીતા કથાકાર જીતેશભાઈ શાસ્ત્રીનો આજે જન્મદિવસ

       જામ ખંભાળિયાના વતની અને હાલ સુરત નિવાસી સુપ્રસિદ્ધ કથાકાર શ્રી જીતેશભાઈ શુક્લ (પૂ.શાસ્ત્રીજી) નો આજે જન્મદિવસ છે.      પૂ. શાસ્ત્રીજી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી અખિલ ભારતીય જેવી અનેક સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી, સંસ્કૃતની ઉચ્ચતમ પદવી પ્રાપ્ત કરી, વર્તમાન સમયમાં શ્રીમદ ભાગવત અને દેવી ભાગવત આદિ પુરાણોની કથાઓના માધ્યમથી દુબઈ, આફ્રિકા, નૈરોબી, કેન્યા […]

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ 6 માં ગણેશ શાળા – ટીમાણાના 21 બાળકો પસંદગી પામ્યા

હરેશ જોષી, ટીમાણા આજરોજ તારીખ 22 3 2025 ને શનિવારના રોજ જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ – 6ની ચોથી પ્રતીક્ષા યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ગણેશ શાળા ટીમાણાનો વધુ એક વિદ્યાર્થી પંડ્યા કનિષ્ક ભાવેશભાઈ (દાંત્રડ) પસંદગી પામ્યા છે. આ સાથે જ ગણેશ શાળા – ટીમાણાના કુલ 21 બાળકો ચાલુ શૈક્ષણિક વર્ષે જવાહર નવોદય પ્રવેશ […]

ખંભાળિયામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫          ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.         આ બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. ઉપરાંત બેઠકમાં સિંચાઇ, પાણી […]

ભાણવડમાં દારૂ પ્રકરણમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫         ભાણવડ પંથકમાં આજથી આશરે ત્રણેક માસ પૂર્વે દારૂ સંદર્ભેના એક ગુનામાં પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના સુનીલ ઉર્ફે રવિ અરશી વરુ નામના શખ્સનું નામ ખુલવા પામ્યું હતું. પરંતુ તે પોલીસને હાથ લાગ્યો ન હતો.          આ વચ્ચે ભાણવડના ઇન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ તેમજ તેમની ટીમ […]

ઠાકરધામ બાવળિયાળી ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત રામબાપુની થઈ તુલાવિધિ

દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી થઈ અર્પણ બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫(મૂકેશ પંડિત ) ઠાકરધામ બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ પ્રસંગે ચાંદી વડે મહંત શ્રી રામબાપુની તુલાવિધિ થઈ છે. દાતાઓનાં સંકલ્પ સાથે ૮૭ કિલો ચાંદી અર્પણ થઈ છે. સંત શ્રી નગા લાખા બાપાનાં ઠાકર મંદિર બાવળિયાળીમાં યોજાયેલ ધર્મોત્સવ દરમિયાન ભરવાડ સમાજ દાતા અગ્રણીઓ દ્વારા મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુની […]

ડીજીપી વિકાસ સહાયની સો કલાક અંગેની સૂચના બાદ દ્વારકામાં રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫         ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અસામાજિક તત્વોને સુધી પાઠ ભણાવવા માટેના સો કલાકની ડ્રાઈવ અંતર્ગત આજરોજ દ્વારકા ખાતે રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ યોજી પત્રકારોને વિવિધ માહિતીઓ આપી હતી.    રાજકોટ રેન્જમાં પોલીસ દ્વારા અંદાજિત 2270 ગુનેગારોને ચિન્હિત કરવામાં આવ્યા છે. […]

સંપ્રદાયો એ સનાતન પ્રવાહમાંથી બનેલાં સરોવરો છે, સનાતનનાં મૂળ રહેશે બાકી વીરડા સુકાઈ જશે – ભાઈ શ્રી રમેશ ઓઝા

બાવળિયાળીમાં ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સ્વીકાર બાવળિયાળી, શનિવાર તા.૨૨-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) ભરવાડ સમાજ દ્વારા ધર્મ અને સંસ્કૃતિનાં જતન માટે બાવળિયાળીમાં યોજાયેલ ભાગવત કથા પૂર્ણાહુતિ સાથે વ્યાસપીઠની ૧૧ લાખ વૃક્ષો વાવવાની ટહેલનો શ્રી રામબાપુ દ્વારા સહર્ષ સ્વીકાર થયો. કથા વિરામ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ કહ્યું […]

ભાણવડ તાલુકામાં 78 લાખથી વધુ રકમના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરાયું

– આંબરડી ખાતે રૂ. 24.50 લાખ, કાટકોલા ખાતે 26.60 લાખ, સણખલા ખાતે 27.50 લાખના ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ –  જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫          ભાણવડ તાલુકાના આંબરડી ખાતે રૂ. 25.50 લાખ, કાટકોલા ખાતે રૂ. 26.50 લાખ તથા સણખલા ખાતે રૂ. 27.50 લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું આજરોજ ખંભાળિયાના ધારાસભ્ય અને […]

Back to Top