કુંજન રાડિયા, મીઠાપુર ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા માયાભા ગગાભા કુંભાણી નામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે ગગાભા રાણાભા, વાઘાભા દેવુભા અને જીવણભા ગગાભા સાથે મળીને આરોપી કિશનભા ઉર્ફે અનિલભાના ઘર પાસે આવેલા ફરિયાદી માયાભા ગગાભાના ખુલ્લા પ્લોટ (વાડા)માં બાવળના ઝાખરા કાપીને વાડ કરતા હતા. […]
Month: March 2025
ખંભાળિયામાં અધિકારીના હોદ્દાવાળી પ્લેટ, લાલ લાઈટ સાથે કારમાં સીન સપાટા કરતો શખ્સ ઝડપાયો: રાજકોટની ધરમની બહેનનું પણ નામ ખૂલ્યું: બંનેની અટકાયત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫ ખંભાળિયામાં રહેતા એક યુવાને પોતાની પર્સનલ કારમાં સક્ષમ અધિકારીના હોદા સાથેના બોર્ડ ઉપરાંત લાલ લાઈટ ફિટ કરાવીને સીન સપાટા કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં આ યુવાનની રાજકોટ ખાતે રહેતી ધર્મની માનેલી બહેનનું પણ નામ જાહેર થયું છે. પોલીસે આ બંનેની અટકાયત કરી […]
પાલીતાણાના અનીડા મુકામે જીતુબાપુ ગોંડલીયાના વ્યાસાસને રામકથા યોજાશે
હરેશ જોષી, અનીડા આગામી તારીખ 06/4/2025 રામ નવમીના પાવન દિવસે શ્રી રામચરિત માનસ (રામકથા) નો પાલીતાણા ના શેત્રુજીડેમ પાસે આવેલ અનીડા ગામ ખાતે પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં કથા નો સમય સવાર ના ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ ના રહેશે કથા તારીખ 06/04/2025 થી 14/4/2025 સુધી રહેશે કથાના વ્યાસાસને શ્રી જીતુબાપુ […]
હર્ષદપુરમાં ” મૂળુભાઇ બેરા ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ” : 60 હજાર વૃક્ષોના મહાઅભિયાનનો પ્રારંભ
– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી – Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫ ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો. મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ […]
ખંભાતની નગરા પ્રાથમિક શાળામાં ગામજનોની હાજરીમાં વાર્ષિકોત્સવનું આયોજન થયું
હરેશ જોષી, ખંભાત ખંભાત નજીકની નગરા પ્રા.શાળા ખાતે દાતાઓ અને ગામજનોની વિશાળ હાજરી સાથે ઉત્સાહભેર વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળા નગરા ખાતેના આ કાર્યક્રમમાં દૂધ ઉત્પાદક મંડળી નગરાના ચેરેમેન દેવેન્દ્રભાઈ પટેલ ,ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ વિજયસિંહ ગોહિલ તેમજ શિક્ષક સંઘના હોદેદરો,નગરા સરપંચ ધનજીભાઈ ,રમેશભાઈ પટેલ તેમજ દાતાઓની હાજરીમાં હર્ષોલ્લાસભર વાર્ષિકોત્સવ યોજાયો.જેમાં […]
સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે ભાગવત કથા
સમાચાર યાદીવિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને થયેલ આયોજન મૂકેશ પંડિત, જાળિયા સોમવાર તા.૨૪-૩-૨૦૨૫ શ્રી સદ્દગુરુ સેવા આશ્રમ કોટિયામાં ગૌશાળાનાં લાભાર્થે આગામી સપ્તાહે ભાગવત કથા લાભ મળશે. શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે. મહુવા પાસેનાં કોટિયામાં શ્રી સદ્દગુરુ સેવા આશ્રમમાં શ્રી કોટેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં મહંત શ્રી મગનગિરીબાપુનાં નેતૃત્વમાં શ્રી શિવકુંજ આશ્રમ જાળિયાનાં શ્રી વિશ્વાનંદ માતાજીનાં વ્યાસાસને […]
રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ઋષિકેશમાં ભાગવત સપ્તાહ પ્રારંભ
બાબા કાલી કમલીવાળા વાનપ્રસ્થાશ્રમાં કથા લાભ લેતાં ભાવિકો મૂકેશ પંડિત, ઋષિકેશ રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને તીર્થસ્થાન ઋષિકેશમાં ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રારંભ થયો છે. ગંગાતટ પર તીર્થસ્થાન ઋષિકેશમાં બાબા કાલી કમલીવાલા વાનપ્રસ્થાશ્રમમાં શુક્રવારથી શ્રી રામેશ્વરબાપુ હરિયાણીનાં વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ થયો છે, જેનો લાભ ભાવિકો લઈ રહ્યાં છે. સપ્તાહ પ્રારંભે ભાવિક શ્રોતાઓ ભક્તિભાવ […]
બાવળિયાળી ઠાકરધામમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં પડી મોજ
મહંત રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ બાવળિયાળી, રવિવાર તા.૨૩-૩-૨૦૨૫( મૂકેશ પંડિત ) સંત શ્રી નગાલાખા બાપા ઠાકર મંદિરમાં યોજાયેલ ધર્મોત્સવમાં ભજન સંતવાણી કાર્યક્રમમાં મોજ પડી ગઈ. ઠાકરધામમાં મહંત શ્રી રામબાપુનાં સાનિધ્યમાં કલાકારો દ્વારા સુંદર પ્રસ્તુતિ થઈ. બાવળિયાળીમાં ભરવાડ સમાજનાં વિશેષ તીર્થસ્થાન સંત શ્રી નગાલાખા બાપા મંદિરમાં તમામ વર્ગ જ્ઞાતિનાં શ્રધ્ધાળુઓ માટે દર્શન સાથે ભજન, […]
અડતાળા ગામે ચકલી માળા વિતરણ
મૂકેશ પંડિત અડતાળા રવિવાર તા.૨૩-૩-૨૦૨૫ ગઢડા પાસેનાં અડતાળા ગામે વિશ્વ ચકલી દિવસ સંદર્ભે ચકલી માળા વિતરણ થયું. ઉગામેડીનાં ઉદ્યોગપતિ દાતા શ્રી લાલજીભાઈ પટેલનાં સહયોગ સાથે શાળામાં વિધાર્થીઓને ચકલી માળા વિતરણ થતું. પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ પટેલનાં સંકલન સાથે આચાર્ય શ્રી ચંદ્રસિંહ તુવર, શ્રી બાબુભાઈ સુડજા, શ્રી પરેશભાઈ ધનવાણિયા અને શાળા પરિવાર જોડાયેલ.
“અમારી વિરુદ્ધ ફરિયાદ કેમ કરો છો” કહીને આથમણા બારાના બુઝુર્ગ પર હુમલો
જામ ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા જેઠીજી વર્ષાજી જાડેજા નામના 66 વર્ષના વૃદ્ધ તેમની વાડીએ હતા. ત્યારે વચલા બારા ગામના રાયમલ રબારી અને તેના પુત્ર સામતએ તેમની પાસે આવી અને “તમે અમારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરો છો?” તેમ કહીને ધોકા વડે હુમલો કરતા આ બનાવ અંગે બન્ને શખ્સો સામે સલાયા મરીન […]
