જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫ વર્ષ 2025 માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “Malaria ends with us: Reinvest, Reimagine, Reignite” (મેલેરિયા આપણી સાથે સમાપ્ત થાય છે: ફરીથી રોકાણ કરો, ફરીથી કલ્પના કરો, ફરીથી પ્રજવલિત કરો) થીમ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. […]
Year: 2025
ખંભાળિયા: શાળાના પૂર્વ આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીઓને “સ્મૃતિકાષ્ટ”ની લાકડી વડે ફટકાર્યા…
– દાયકાઓ જૂની શૈક્ષણિક સંસ્થામાં યોજાયો અવિસ્મરણીય કાર્યક્રમ – – પીઢ બની ચૂકેલા પૂર્વ વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીકાળની યાદો તાજા કરી – જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫ ખંભાળિયા પંથકમાં શૈક્ષણિક ક્ષેત્રે પ્રથમ હરોળનું નામ ધરાવતી શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ શાળામાં શનિવાર તેમજ રવિવારે બે દિવસીય પૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ સારસ્વત સ્મૃતિ મિલન […]
ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રી સમસ્ત ભરવાડ જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આજરોજ ખંભાળિયાના ટાઉનહોલ ખાતે સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 માં ઉચ્ચ ટકાવારી હાંસલ કરેલા વિધાર્થીઓ તેમજ સરકારી ક્ષેત્રે નોકરી મેળવનાર ભરવાડ સમાજના 200 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ, યુવાનો અને […]
ખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 11.06 લાખના વિદેશી દારૂ પર ફર્યું સરકારી બુલડોઝર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના […]
ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત […]
ભાવનગરમાં વાળંદ સમાજ માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સનો પ્રારંભ
વિપુલ હિરાણી, ભાવનગર વાળંદ સમાજ ભાવનગર શહેર માટે એમ્બ્યુલન્સ ની નિ:શુલ્ક સેવા નો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નિ:શુલ્ક સેવા એમ્બ્યુલન્સ ડેડ બોડી માટે નિ:શુલ્કસેવા વિજયભાઈ કાંતિભાઈ હિરાણી આપશે. ભરતનગર સિંગલિયા પ્લોટ નંબર 73 મેલડીમાંના મંદિર પાસે ભરતનગર ભાવનગર મો. નં. 9825844232 આ સેવાનો પ્રારંભ સંત શ્રી સેન મહારાજની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે […]
રાણાવાવના રાણા-કંડોરણા ગામની સીમમાંથી રુ. 1.28 સાથે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી.
પોરબંદર નો કેતન ખુંટી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને પોતાના ફાયદા માટે જુગાર રમાડતો હતો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધાર પર રાણા કંડોરણા સીમમાં એક મકાનમાં રેડ કરી પાંચ શખ્સોને રૂ 1.28 લાખ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. કેતન ખુંટી નામનો એક પોતાના અંગત ફાયદા માટે […]
ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૫ ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી કરવા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતા એક બોલેરો વાહનની ઠોકરે 35 વર્ષીય એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. […]
ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ
વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા. ભાવનગર […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9 […]
