Headlines

નર્મદા પાઇપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટના કારણે પોરબંદરમાં પાણી પુરવઠો ૧૧ માર્ચ સુધી નહીંવત અપાશે

પોરબંદર, તા. ૦૯/૦૩/૨૦૨૬ પોરબંદર મહાનગરપાલિકાના સર્વે નાગરિકોને જાણ કરતા જણાવવામાં આવે છે કે, રાણાવાવ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ એન.સી.–૩૮ નર્મદા પાઈપલાઈનના પમ્પીંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક ફોલ્ટને કારણે પાણીનું પમ્પીંગ સ્ટેશન બંધ છે, જે કારણે નર્મદા પાઈપલાઈન એન.સી.–૩૮ નું પાણી પમ્પીંગ થઈ શકે તેમ નથી. જેથી પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારોમાં તા. ૦૯-૦૩-૨૦૨૬ થી ૧૧-૦૩-૨૦૨૬ કુલ ત્રણ (૩) દિવસ…

Read More

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું

ખંભાળિયા કીચડમાં ખાબકેલા સ્વાનનું રેસ્ક્યુ કરાયું જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયા શહેરના હર્ષદપુર વિસ્તારમાં ખાણ પાસે આવેલી વેલ અને કચરાથી ભરેલી કીચડભરી ખાડીમાં એક અંધ શ્વાન પડી જતાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ઘટનાની જાણ થતા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.        કાર્યકરો દ્વારા લાંબી પ્રતીક્ષા…

Read More

ન્યૂઝીલેન્ડની સામે ભારતીય ક્રિકેટ ટીમની જીતથી ખંભાળિયામાં જશ્નનો માહોલ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ખૂબ જ રસાકસીભરી યોજાઈ ગયેલી ટી- 20 ક્રિકેટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને નોંધપાત્ર રનથી હરાવીને વિશ્વ કપ કબજે કરતા સમગ્ર દેશ સાથે ખંભાળિયામાં પણ ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો.       સમગ્ર દેશમાં ઉત્તેજનાસભર બની ગયેલા ગઈકાલના ભારત – ન્યૂઝીલેન્ડ…

Read More

ખંભાળિયામાં બુધવારે હાપા લાખાસર ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬       ખંભાળિયા ગ્રામ્ય કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ બુધવાર તા. 11 ના રોજ હાપા લખાસર સ્થિત આહેર સમાજ ખાતે યોજાશે. જેમાં આહેર સિંહણ, વડાલીયા સિંહણ, કાકાભાઈ સિંહણ, સખપર, નાગડા, દાંતા, કંચનપુર, બજાણા, આંબરડી, આંબરડી દેવરિયા, પીર લાખાસર, હાપા લાખાસર, કંડોરણા, ભટ્ટગામ, સુમરા તરઘરી અને મહાદેવીયા ગામોના આ સેવા સેતુમાં સવારના…

Read More

પોરબંદર જિલ્લાના રાણાવડવાળા ગામ ખાતે ૧૩ માર્ચે ‘સેવા સેતુ કાર્યક્રમ ૨.૦’ યોજાશે

સેવા સેતુ કાર્યક્રમમાં રાણાવડવાળા,કેરાળા, ખીરસરા, બાપોદર, મોકર, ભોદ, અણીયારી, દોલતગઢ, અમરદડ અને આદિતપરાના ગ્રામજનોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ અપાશે ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર રાજ્ય સરકાર દ્વારા સામાન્ય જનતાને સરકારી યોજનાઓના લાભ અને વિવિધ સેવાઓ ઘરઆંગણે મળી રહે તેવા ઉમદા હેતુથી પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાવડવાળા ગામખાતે તા.૧૩/૦૩/૨૦૨૬, શુક્રવારના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦…

Read More

ભાવનગર માં રૂપાણી સર્કલ પાસે પક્ષીઓ માટે નિ:શુલ્ક કુંડા વિતરણ 

વિપુલ હિરાણી   ભાવનગર તા.૮ ભાવનગર માં ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અબોલ પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણનું  કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેરના રૂપાણી સર્કલ ખાતે તા. 8 માર્ચ 2026 ના રોજ ઓમકાર સંસ્થા, વાડો કાઈ કરાટે અને આનંદ ગ્રુપ ઓફ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે ગરમીમાં અબોલ પક્ષીઓ માટે પાણીના…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ‘IAP વુમન્સ વિંગ-2026’ નું ભવ્ય લોન્ચિંગ

​સ્ત્રી શક્તિ અને સામાજિક જાગૃતિના સંકલ્પ સાથે બાળરોગ નિષ્ણાંત મહિલા તબીબોની નવી ટીમનો શપથ ગ્રહણ સમારોહ સંપન્ન ડો. મેહુલ ગોસાઈ, ભાવનગર ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસર પર ભાવનગરના આંગણે સ્ત્રી શક્તિના પ્રતીક સમાન એક નવીન પહેલનો આરંભ થયો છે. ઈન્ડિયન એકેડેમી ઓફ પેડિયાટ્રિક્સ (IAP) ભાવનગર બ્રાન્ચ દ્વારા વર્ષ 2026 માટે વિશેષ ‘IAP વુમન્સ વિંગ’નું ગરિમાપૂર્ણ…

Read More

મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો         દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…

Read More

ઓખા-ગોરખપુર એક્સપ્રેસ બદલાયેલા માર્ગે દોડશે

જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬     ઉત્તર રેલવેના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પાસે આવેલા બ્રિજ નંબર 110 પર નિર્ધારિત મેન્ટેનન્સ કામગીરીના કારણે, પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન તા. 5, 12, 19 અને 26 એપ્રિલ તથા 3 અને 10 મે ના રોજ ઓખાથી આંશિક રીતે બદલાયેલા માર્ગ પર…

Read More

બગસરામાં મોરારિબાપુના હસ્તે પાંચ નારીરત્નોનું સન્માન: માતૃશક્તિમાં સાક્ષાત્ ભગવાનનો વાસ હોવાનો બાપુનો ભાવસંદેશ

​માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ ​ધ ગ્રેટ વર્લ્ડ,‌ બગસરા ​આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા…

Read More