Headlines

ધોરણ ૧૨ કોમર્સ – આંકડાશાસ્ત્ર વિષયમાં સફળતા માટે આયોજનબદ્ધ તૈયારી જરૂરી : હેમંત સોલંકી

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૨ કોમર્સની પરીક્ષાઓ શરૂ છે ત્યારે વિદ્યાર્થીઓ માટે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી યોગ્ય આયોજન સાથે કરવી અત્યંત જરૂરી છે. ઘણા વિદ્યાર્થીઓ આ વિષયને ગણિતીય વિષય માનતા હોવાથી શરૂઆતમાં થોડી ભયભીતતા અનુભવતા હોય છે, પરંતુ બોર્ડના જૂના પ્રશ્નપત્રો અને ચેપ્ટરવાર બ્લૂપ્રિન્ટનું ધ્યાનપૂર્વક વિશ્લેષણ કરવામાં આવે તો સમજાય છે…

Read More

ભાવનગરના યુવા એડવોકેટ ડો. પિન્કીબેન રિઝવાણીનો આજે જન્મદિવસ

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭ ભાવનગર જિલ્લા પંચાયતમાં કાનૂની અધિકારી તરીકે ફરજ બજાવતા યુવા એડવોકેટ ડો. પિન્કીબેન અશોકભાઈ રિઝવાણીનો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.ડો. પિન્કીબેન રિઝવાણી માત્ર કાનૂની ક્ષેત્રમાં જ નહીં પરંતુ સામાજિક ક્ષેત્રમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. તેઓ શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાવનગરના ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે. ટ્રસ્ટ…

Read More

ભાવનગર રેન્જના આઈજી તરીકે આર.વી. અસારી ગુરુવારે ચાર્જ સંભાળશે 

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭ રાજ્ય સરકાર દ્વારા  પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરતા ૩૭ જેટલા IPS અધિકારીઓની બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ફેરબદલ અંતર્ગત ભાવનગર રેન્જને નવા આઈજી  મળ્યા છે. ભાવનગર રેન્જ આઈજી તરીકે રાજેન્દ્ર વી. અસારીની વરણી કરવામાં આવી છે. ​ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બદલીઓ કરવામાં…

Read More

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૭  ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ…

Read More

દંપતિ વચ્ચે મનમેળના અભાવે છૂટાછેડાની વાતથી વ્યથિત આદિત્યાણાના યુવાને આપઘાત કર્યો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૩-૨૦૨૬ ખંભાળિયા, ઓખામાં હૃદયરોગના હુમલાએ બેનો ભોગ લીધો       ખંભાળિયા તાલુકાના કુવાડીયા ગામના પાટીયા પાસે આવેલી એક શાળામાં રાજેશભાઈ ભીખાભાઈ ઓડીચ (ઉ.વ. 49) ને ઝાડમાં પાણી પીવડાવતી વખતે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આવેલા હૃદયરોગના હુમલાના કારણે તેમનું મૃત્યુ થયાનું તબીબોએ…

Read More

ખંભાળિયામાં યોજાયો સ્વદેશી મેળો: અનેકવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર

– દસ દિવસ સુધીના સ્વદેશી મેળાનો લાભ લેવા પાલિકા પ્રમુખનું આહવાન – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુના વપરાશને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી સ્વદેશી મેળા 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે.       ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસે આજથી શરૂ થયેલા દસ દિવસસીય સ્વદેશી…

Read More

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે

વિપુલ હિરાણી દ્વારા  ભાવનગર તા.૬ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે.  મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર…

Read More

ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલક ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક મોટરકારના ચાલકે ઠોકર મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.        અકસ્માત સર્જીને…

Read More

ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુના વિવિધ કામોનું થયું લોકાર્પણ તથા ખાત મુહૂર્ત કરાયું

– સાંસદ, ધારાસભ્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬      ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં રૂ. 21 કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત ગઈકાલે ગુરુવારે કરવામાં આવ્યું…

Read More

ખંભાળિયામાં રવિવારે વિના મૂલ્યે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬       ખંભાળિયાની સંસ્થા એલ.પી. બદીયાણી હોસ્પિટલના ઉપક્રમે માનવસેવા સમિતિ તથા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તા. 8 માર્ચના રોજ અત્રે લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સવારે 9 થી 11 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.        યુ.કે.ના દાતા રંજનાબેન ચંદ્રવદન…

Read More