ભાવનગરમાં સરકારી શાળાઓમાં ફાયર સેફટીના ક ામના બિલ મંજૂર કરવા લાંચ માંગનાર ડેપ્યુટી ફા યર ઓફિસર સહિત બે ઝડપાયા
વિપુલ હિરાણી ભાવનગર તા.૨૦ ભાવનગર શહેરમાં સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના એક અધિકારી દ્વારા લાંચ લેવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાના કામના બદલામાં લાંચ માંગનાર ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલ અને તેમના સાગરિત પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને એ.સી.બી.ની ટીમે રંગે હાથ ઝડપી લીધા…
