પંજાબ પ્રાંતમાં ભીષણ ગરમી અને વીજ કટોકટી: લાહોર સહિત અનેક શહેરોમાં ૧૨ કલાકનો પાવર કટ
ધ ગ્રેટ વર્લ્ડ, લાહોર પાકિસ્તાનનો પંજાબ પ્રાંત હાલમાં કુદરતી અને માનવસર્જિત બંને આપત્તિઓનો સામનો કરી રહ્યો છે. એક તરફ તાપમાનનો પારો ૪૬ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે, તો બીજી તરફ વીજળીની અછતને કારણે જનજીવન સંપૂર્ણપણે બેહાલ બન્યું છે. પાકિસ્તાન પાવર ડિવિઝનના અહેવાલ મુજબ, દેશમાં વીજળીની માગ અને પુરવઠા વચ્ચેનો તફાવત ૭૦૦૦ મેગાવોટથી વધુ થઈ…
