પોરબંદરમાં પ્રથમ વખત ભવ્ય ભાગવત કથા સત્ર:ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત કથા દ્વારા વૈષ્ણવો ભક્તિરસમાં તરબોળ થશે
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં પાવનકારી પુરુષોત્તમ માસ નિમિત્તે એક વિશેષ ભાગવત કથા સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં આ પ્રકારનું આ પ્રથમ આયોજન છે, જેમાં ગોવર્ધનધરણ શ્રીનાથજી ચરિત્રામૃત કથાનું રસપાન કરાવવામાં આવશે. આ કથા સાહિત્યવારિધિ પ્રાતઃ સ્મરણીય માધવરાયજી મહારાજશ્રીની પાવન સ્મૃતિમાં યોજાઈ રહી છે. તેમના અતિ નિકટના પરમ મિત્ર અને…
